School fired a teacher

School fired a teacher: પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર શિક્ષિકાને સ્કૂલે નોકરીમાંથી કાઢી મુકી

School fired a teacher: શિક્ષિકા નફીસા અટારીએ મેચ પૂરી થયા બાદ પાકિસ્તાની ખેલાડીઓની તસવીર વોટસએપ સ્ટેટસમાં મુકી હતી અને સાથે લખ્યુ હતુ કે, આપણે જીતી ગયા

ઉદેયપુર, 26 ઓક્ટોબરઃSchool fired a teacher: રાજસ્થાનના ઉદેપુરમાં ખાનગી સ્કૂલમાં કામ કરતી મહિલા શિક્ષકે રવિવારે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-20 મેચ બાદ પાકિસ્તાનની જીતની ઉજવણી કરી હતી. એ પછી સ્કૂલ સંચાલકોએ તેને નોકરીમાંથી કાઢી મુકી છે.

ઉદેપુરની નીરજા મોદી સ્કૂલમાં કામ કરતી શિક્ષિકા નફીસા અટારીએ મેચ પૂરી થયા બાદ પાકિસ્તાની ખેલાડીઓની તસવીર વોટસએપ સ્ટેટસમાં મુકી હતી અને સાથે લખ્યુ હતુ કે, આપણે જીતી ગયા.

notice

એ પછી એક વાલીએ તેમને પૂછ્યુ હતુ કે, તમે પાકિસ્તાનનુ સમર્થન કરો છો ત્યારે નફીસાએ હા પાડી હતી.વોટસએપ પરનું શિક્ષિકાનુ સ્ટેટસ વાયરલ થયા બાદ સ્કૂલે તેને નોકરીમાંથી કાઢી મુકી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત પાકિસ્તાન સામે ટી-20 વિશ્વકપની પહેલી મેચ દસ વિકેટથી હાર્યુ હતુ અને એ પછી દેશના કેટલાક હિસ્સામાં ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. જેને લઈને પણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.

Neerja Modi School Teacher Nafisa Terminated IND v PAK Match
તસ્વીરઃ ઉદેયપુર ન્યુઝ ચેનલ

આ પણ વાંચોઃ Sukmawati soekarnoputri: ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવશે- વાંચો વિગત

Whatsapp Join Banner Guj