Sharad pawar

Sharad pawar statement: ‘મહા વિકાસ આઘાડી’ ગઠબંધન અંગે એનસીપી સુપ્રીમો શરદ પવારનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

Sharad pawar statement: આજે આપણે અઘાડીનો ભાગ છીએ; અમે સાથે કામ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ ઈચ્છાથી શું થાય છે: શરદ પવાર

નવી દિલ્હી, 24 એપ્રિલઃ Sharad pawar statement: 54 વર્ષથી સંસદીય રાજકારણમાં સક્રિય રહેલા શરદ પવારે મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. શરદ પવારના આ નિવેદન પછી રાજકીય ગલિયારામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના (ઉદ્ધવ જૂથ) અને કોંગ્રેસ વચ્ચે અઘાડી ગઠબંધનનું ભાવિ જોખમમાં છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે અમરાવતીમાં કહ્યું કે, આજે આપણે અઘાડીનો ભાગ છીએ. અમે સાથે કામ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ ઈચ્છાથી શું થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અઘાડી ચાલુ રહેશે કે નહીં તેની ચર્ચા કરવામાં આવી નથી.

પવાર અમરાવતીમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આવી સ્થિતિમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મહા વિકાસ અઘાડી ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે, તો તેમણે તરત જ જવાબ આપ્યો કે હજુ સ્પષ્ટ નથી.

સંજય રાઉતની પ્રતિક્રિયા 

શરદ પવારના નિવેદન બાદ શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કહ્યું છે કે આઘાડી રહેશે અને 2024માં અમે સાથે ચૂંટણી લડીશું. તેમણે કહ્યું, ‘મહા વિકાસ અઘાડી રહેશે. પવારે જે કહ્યું છે તેના પર પણ પ્રયાસો થઈ રહ્યા છે. મહાવિકાસ અઘાડીના મુખ્ય નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર છે. મહાવિકાસ અઘાડી સાથે 2024ની વિધાનસભા ચૂંટણી લડશે. તેમાં શરદ પવારની ભૂમિકા પહેલા પણ હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.

આ પણ વાંચો… Congress leaders reached ambaji temple: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અનેક હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અંબાજી મંદિરે ધજારોહણ કરવા પહોંચ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો