Congress leaders reached ambaji temple

Congress leaders reached ambaji temple: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અનેક હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અંબાજી મંદિરે ધજારોહણ કરવા પહોંચ્યા

  • ચાચર ચોકમાં લગભગ ૧૦૦ કિલો જેટલો મોહનથાળ નો પ્રસાદ પણ યાત્રિકોને વેચ્યો

Congress leaders reached ambaji temple: 2024માં લોકસભાના પરિણામો ઉજ્જવળ મળે તેવી આશા વ્યક્ત કરી

અંબાજી, 24 એપ્રિલઃ Congress leaders reached ambaji temple: ગુજરાતના કોંગ્રેસ સમિતિના દિગ્ગજ નેતાઓ દ્વારા જન્મદિવસ જેવો ઘરેલુ પ્રસંગને જાહેર પ્રસંગ બનાવી આસ્થા સાથે જોડી અનોખો ચીલો ચાચર્યો છે. ગુજરાતના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને અંકલાવ ના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના જન્મ દિવસની ઉજવણી આજે શક્તિપીઠ અંબાજી ધામમાં કરી હતી. એટલું જ નહીં સાથે પાંચ જેટલી વિવિધ 52 ગજની ધજાઓ સાથે અંબાજી મંદિર ના શિખરે ધજા રોહણ કર્યું હતું.

અંબાજીની ભગવતી વાટિકામાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિહ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અનેક દિગ્ગજ નેતાઓ સહિત ધારાસભ્યો અને પૂર્વ સાંસદો ઉપસ્થિત રહી અને ધજા ની પૂજન વિધિ કરવામાં આવી હતી. જોકે આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોતા જે રીતે 24 માં લોકસભાની ચૂંટણી આવી રહી છે પ્રદર્શન પણ આજના આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.

આજે ધજાની પુજનવિધિ કર્યા બાદ પગપાળા યાત્રા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અનેક હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અંબાજી મંદિરે ધજા રોહણ કરવા પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિરમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય ચાવડાએ મંદિરના અંદર કરી કપૂર આરતી કરી હતી અને સાથે માતાજીને ધજા પણ અર્પણ કરી હતી જ્યાં પૂજારીએ ચાવડાને જન્મદિવસની ની પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

મંદિરના શિખરે અમિત ચાવડાએ ધજારોહણ કર્યું હતું, અને ત્યારબાદ ચાચર ચોકમાં લગભગ ૧૦૦ કિલો જેટલો મોહનથાળ નો વરસાદ પણ યાત્રિકોને વેચ્યો હતો જ્યારે અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાવવામાં આવ્યો હતો અને તેનો અવાજ બની વિધાનસભામાં ઉઠાવ્યો હતો તેને લઈ અને એક માન્યતા મુજબ તેમને પોતાને મોહનથાળ નો પ્રસાદ ચાચર ચોકમાં વેચવાની ઈચ્છા હતી, એ આજે પરિપૂર્ણ કરી હતી.

આજે આ કાર્યક્રમ દરમ્યાન દાંતા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ પણ ગોળ સાથે તોલવામાં આવ્યા હતા અંબાજી ખાતે પહોંચેલા દિગ્ગજ નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા આજના પ્રસંગે અમીત ચાવડાએ જણાવ્યું હતું કે આજે અંબાજી મંદિરમાં ધજા રોહણ કરીને ગુજરાત સહિત દેશભરમાં થી અને સમૃદ્ધિ વચ્ચે સાથે દેશ બચાવવા ,બંધારણ બચાવવા માટે અને જે લોકોના અધિકારો છે તે બચાવવા માટે લડાઈ લડવા માતાજી પાસે શક્તિ માગવામાં આવી હતી હાલ દેશમાં અંગ્રેજો જેવું શાસન ચાલી રહ્યું છે અને જે રીતે લોકશાહી બચાવવાના પૂરતા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

એટલું જ નહીં આ પ્રસંગને આગામી વિધાનસભાની ચૂંટણી 2024 માં જે આવેલી છે તેનું પણ એક શક્તિ પ્રદર્શન હોય તેવું લાગી રહ્યું હતું ખાસ કરીને જેને લઇ બનાસકાંઠા ખેડા જિલ્લા સહિતની ગુજરાતમાં 75 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે તેમાં મજબૂત કરી અને જીત હાંસલ કરવાની સાથે 2024 માં લોકસભાના પરિણામો ઉજ્જવળ મળે તેવી પણ તેમને હકીકત જણાવી હતી.

જોકે આ સમયે બનાસકાંઠા જિલ્લામાં ગ્રીન હાઉસની યોજનામાં જે ગેરરીતીઓ ચાલી રહી છે તેના ઉપર પ્રકાશ ફેંકતા જણાવ્યું હતું કે આ ગેરરીતિઓ માત્ર બનાસકાંઠામાંજ નહીં પણ તેનો તપાસનો ધમધમાટ છે રાજ્યભરમાં થવો જોઈએ અને જે પણ લોકો અંદર સંડોવાયેલા હોય તેમની કડક કાર્યવાહી કરવા પણ તેમને માંગ કરી હતી.

જોકે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આજે અંબાજી ખાતે આ પ્રસંગ ઉજવીને કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે પોતાના કાર્યક્રમો બનાવશે પદયાત્રા યાત્રા યોજશે અને સાથે રોડ ઉપર કોંગ્રેસ ઉતરશે, જેમાં જેલ ભરો જેવા આંદોલન કરવા સાથે મોંઘવારી અને ખેડૂતોની જે પરેશાની છે તેના પ્રશ્નો ઉપાડવા માટે પણ તેમને વાત કરી હતી.

ખાસ કરીને તેમને જણાવ્યું હતું કે હાલ તબક્કે જે રીતે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે તે જોતાં આગામી સમયમાં મે મહિનામાં કોંગ્રેસ સમિતિ રોડ ઉપર આવશે અને પોતાના સંગઠનો મજબૂત કરવા અને તેમના દિવ્ય લેવાના પણ આયોજનો કરશે આમ કુલ મિલાવીને આ સમગ્ર કાર્યક્રમ જોતા 2024 માં આવનારી વિધાનસભાની ચૂંટણીઓના ભાગરૂપે આ કાર્યક્રમ બનાવાય હોય તેવું લાગી રહ્યું હતું.

આ પણ વાંચો… Indian National Trade Union: ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ગુજરાત બ્રાન્ચની વર્કિંગ કમિટી ની બેઠક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો