Sheikh Abdullah Photo removed from the Kashmir Police Medal

Sheikh Abdullah Photo removed from the Kashmir Police Medal: કાશ્મીર પોલીસના મેડલમાંથી શેખ અબ્દુલ્લાનો ફોટો હટાવાશે, લગાવવામાં આવશે આ પ્રતિક

Sheikh Abdullah Photo removed from the Kashmir Police Medal: ફારુક અબ્દુલ્લા આ પહેલા જયારે કાશ્મીરના સીએમ બન્યા હતા ત્યારે તેમણે તેમના પિતાની યાદમાં પોલીસકર્મીઓને અપાતા મેડલની અંદર પોતાનો ફોટો લગાવ્યો હતો. 

નવી દિલ્હી, 25 મેઃ Sheikh Abdullah Photo removed from the Kashmir Police Medal: કાશ્મીર પોલીસને જે મેડલ આપવામાં આવે છે આ મેડલમાં અત્યાર સુધીમાં શેખ અબ્દુલ્લાનો ફોટો હતો મેડલ પર તેમનો ફોટો હવેથી હટાવવામાં આવશે અને આ ફોટાના સ્થાને હવે અશોક સ્તંભનું પ્રતિક લગાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શેખ અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સના સ્થાપક અને જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. ગૃહ વિભાગે મેડલ પર અશોક સ્તંભના પ્રતીકને લઈને આદેશ જારી કર્યા છે. 

ગૃહ વિભાગના મુખ્ય સચિવ આરકે ગોયલના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીર પોલીસ મેડલ યોજનાના પેરા 4માં સુધારો કરવામાં આવ્યો છે. મેડલની એક તરફ એમ્બોસ્ડ શેર એ કાશ્મીર શેખ મોહમ્મદ અબ્દુલ્લાને ભારત સરકારના રાષ્ટ્રીય પ્રતીક સાથે બદલવામાં આવશે. 

આ પણ વાંચોઃ Increase in house prices in Ahmedabad: અમદાવાદ શહેરની અંદર મકાનોના ભાવમાં ધરખમ વધારો, લોકો માટે લોનો પણ મોંઘી થઈ

આ હેલા પણ સરકાર દ્વારા શેર એ કાશ્મીર પોલીસ મેડલનું નામ બદલવામાં આવ્યું હતું, શેખ અબ્દુલ્લાને શેર એ કાશ્મીર કહેવામાં આવે છે. જેઓ પૂર્વ મુખ્યમંત્રી પિતા હતા. ફારુક અબ્દુલ્લા આ પહેલા જયારે કાશ્મીરના સીએમ બન્યા હતા ત્યારે તેમણે તેમના પિતાની યાદમાં પોલીસકર્મીઓને અપાતા મેડલની અંદર પોતાનો ફોટો લગાવ્યો હતો.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Banking System: SBI, HDFC અને ICICI બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, નાણામંત્રીએ કરી મોટી જાહેરાત

Gujarati banner 01