Shinde Led Shiv Sena

Shinde Led Shiv Sena: કંગના બાદ ગોંવિંદાની રાજકારણમાં રીએન્ટ્રી, સાથે જ શિંદેની શિવસેનાએ આઠ ઉમેદવારના નામ કર્યા જાહેર- જાણો કોને મળી ટિકિટ

Shinde Led Shiv Sena: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ આજે લોકસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી

whatsapp banner

મુંબઇ, 29 માર્ચઃ Shinde Led Shiv Sena: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા મુખ્યમંત્રી શિંદેની પાર્ટી શિવસેનામાં ગુરૂવારે સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. શિંદેએ ગોવિંદાને ખેસ પહેરાવ્યો હતો. પરિણામે હવે રાજકીય સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે, શિંદેની પાર્ટી ગોવિંદાને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. ઉદ્ધવ ઠાકરે (શિવસેના જૂથ) દ્વારા અમોલ કીર્તિકરને આ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ગોવિંદા અગાઉ કોંગ્રેસ પાર્ટીની ટિકિટથી ચૂંટણી લડ્યા હતા. 2004થી 2009 સુધી સાંસદ રહી ચુક્યા છે. ગોવિંદા ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે સમયે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.

આ પણ વાંચોઃ Rain Tax In Canada: કેનેડામાં ‘રેઇન ટેક્સ’ ની જાહેરાત થતાં નાગરિકોમાં આક્રોશ, આ નિર્ણયથી લોકો પર આર્થિક ભાર વધશે- વાંચો વિગત

લોકસભા ચૂંટણીને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ખળભળાટ જોવા મળી રહ્યો છે. એકતરફ વિપક્ષ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં હજુ પણ સીટ વહેંચણી મુદ્દે વાત આગળ વધી નથી, તો બીજી તરફ ભાજપ, શિવસેના (શિંદે જૂથ), એનસીપી (અજિત પવાર જૂથ)ની મહાયુતિ ગઠબંધનમાં બેઠક વહેંચણીનો મુદ્દે સહમતિ થઈ ગઈ છે, જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે, ત્યારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ આજે લોકસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ કોલ્હાપુરથી સંજય મંડલીક, તો હિંગોલીથી હેમંત પાટિલને ટિકિટ આપી છે.

મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકો છે, જેમાં NDAના નેતૃત્વ હેઠળની મહાયુતિ ગઠબંધનમાં BJP 28 બેઠકો પર, શિંવસેના (શિંદે જુથ) 14 બેઠકો પર જ્યારે NCP (અજિત પવાર જૂથ) પાંચ બેઠકો પર ચૂંટણી લડવાની છે. આ ઉપરાંત ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીને એક બેઠક આપવાનો નિર્ણય કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની 48 લોકસભા સીટો પર 5 તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. ચોથા તબક્કાની ચૂંટણી 13 મેના રોજ યોજાશે. પાંચમા અને છેલ્લા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થશે.

આ પણ વાંચોઃ Mansukh Mandaviya Play Cricket: લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બીચ પર ક્રિકેટ રમી રહેલા યુવાનોને સરપ્રાઈઝ આપી- જુઓ વીડિયો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો