Shivsena

Shivsena party symbol got shinde: ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથના હિતમાં લીધો મહત્વનો નિર્ણય, જાણો…

Shivsena party symbol got shinde: ‘શિવસેના’ પાર્ટીનું નામ, ‘ધનુષ અને તીર’ પ્રતીક એકનાથ શિંદે જૂથ ને મળ્યું

મુંબઈ, 18 ફેબ્રુઆરી: Shivsena party symbol got shinde: મહારાષ્ટ્રની રાજનીતિ સંદર્ભે સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેના નામ તેમજ પાર્ટીનું પ્રતીક એવા ધનુષ્ય અને બાણને એકના જિંદે જૂથને આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શિંદે (હાલના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન) એ ઠાકરે સામે બળવો કર્યો ત્યારથી શિવસેનાના બંને જૂથો (એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે) પક્ષના ધનુષ અને તીર પ્રતીક માટે લડી રહ્યા છે.

પંચે અવલોકન કર્યું કે શિવસેના પક્ષનું વર્તમાન બંધારણ અલોકતાંત્રિક છે. તેમજ ઉદ્ધવ ઠાકરે જે પાર્ટીના અધ્યક્ષ છે તે પાર્ટીમાં બિન લોકશાહી પદ્ધતિથી લોકોની નિયુક્તિ કરવામાં આવે છે.

એક ગંભીર ટીકા કરતા કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું છે કે તમામ રાજનૈતિક પાર્ટીઓએ પોતાની પોલિટિકલ પાર્ટીનું સ્ટ્રક્ચર તેમ જ પદાધિકારીઓના પદ અને બંધારણ સહિતના તમામ દસ્તાવેજો ઇન્ટરનેટ પર પોતાની વેબસાઈટ પર મૂકવા જોઈએ.

ચૂંટણી પંચે શું કહ્યું….

ચૂંટણી પંચે કહ્યું કે “2018 માં શિવસેના નું બંધારણ ECI ને આપવામાં આવ્યું નથી.” ECI એ અવલોકન કર્યું કે શિવસેનાના મૂળ બંધારણના અલોકતાંત્રિક ધોરણો, જેને પંચ દ્વારા 1999 માં સ્વીકારવામાં આવ્યા ન હતા, તેને ગુપ્ત રીતે પાછા લાવવામાં આવ્યા હતા અને જે પક્ષને જાગીર સમાન બનાવે છે.

આ પણ વાંચો: Mahashivratri 2023: મહાશિવરાત્રી પર્વ; હિંદુઓનો સૌથી મોટો તહેવાર, જાણો તેના વિશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો