Shree Ram Pran Pratishtha

Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ પૂરી, રામ મંદિરમાં બિરાજ્યા રામલલા

Shree Ram Pran Pratishtha: દેશ અને દુનિયામાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ આખરે આજે પૂરી થઈ. વાસ્તવમાં રામ મંદિરમાં રામલલાને બિરાજમાન કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલની હાજરીમાં ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી.

જણાવી દઈએ કે, આ પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિ શાલીગ્રામ શિલામાંથી બનાવવામાં આવી છે. તે કાળા રંગનો પથ્થર છે. શાલીગ્રામ શિલા હજારો વર્ષ જૂની છે. તે પાણી પ્રતિરોધક છે. ચંદન અને રોલી લગાવવાથી મૂર્તિની ચમક પર અસર નહીં થાય.

આ પણ વાંચો… Khodaldham Cancer Hospital: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કાગવડ ખાતેથી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો