Ramlala Pran Pratishtha

Ramlala Pran Pratishtha: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો

Ramlala Pran Pratishtha: મુખ્યમંત્રી તેમજ શીલજ ગામના આગેવાનોએ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી

  • ભવ્ય રામ મંદિરની ભેટ આપવા બદલ તમામ ગુજરાતીઓ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ખૂબ-ખૂબ આભાર: મુખ્યમંત્રી

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ramlala Pran Pratishtha: આજે (૨૨ જાન્યુઆરીૉના રોજ) અભિજીત મુર્હુતમાં અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી.

આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતિહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. એમ જણાવી તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. આજના પાવન પ્રસંગે શીલજ ગામના ચોકમાં આયોજિત સમારોહમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ પૂરી, રામ મંદિરમાં બિરાજ્યા રામલલા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો