Sky Disaster in Odisha

Sky Disaster in Odisha: ઓડિશામાં આકાશી આફત; બે જ કલાકમાં 61000 વખત વીજળી ત્રાટકી

  • રાજયમાં આવતા બે દિવસ ભારે વરસાદ વચ્ચે હવામાન ખરાબ રહેવાની ચેતવણી આપવામાં આવી

Sky Disaster in Odisha: 12 લોકોના મોત નીપજયા, 14 લોકો ઘાયલ પણ થયા

નવી દિલ્હી, 04 સપ્ટેમ્બરઃ Sky Disaster in Odisha: દેશના મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદી બ્રેક વચ્ચે ઓડિશામાં અસામાન્ય અને હૈરાન કરતી ઘટના બની છે. રાજયમાં માત્ર બે જ કલાકમાં 61000 વખત આકાશી વીજળી ત્રાટકી હતી. જેમાં 12 લોકોના મોત નીપજયા છે, જયારે 14 લોકો ઘાયલ પણ થયા. મોતને ભેટેલા લોકોના પરિવારજનોને ચાર લાખનું વળતર જાહેર કરવામાં આવ્યું છે. રાજયમાં આવતા બે દિવસ ભારે વરસાદ વચ્ચે હવામાન ખરાબ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, બંગાળની ખાડીમાં સક્રિય અપરએર સાયલકોનીક સરકયુલેશન મજબુત થઈને લો-પ્રેસરમાં પરિવર્તિત થઈ શકે છે અને તેના પ્રભાવ હેઠળ સમગ્ર ઓડિશામાં ભારે વ્યાપક વરસાદની સંભાવના છે.

રાજય સરકારના રાહત કમિશ્નર સત્યવ્રત સાટુએ કહ્યું હતું કે, ઓડિશામાં બે કલાકમાં જ 61000 વખત વીજળી ત્રાટકી હતી. આવતા દિવસોમાં આ પ્રકારના ઘટનાક્રમો સર્જાવાની ચેતવણી હવામાન ખાતાએ આપી છે. હવામાન વૈજ્ઞાનિકોનાં કહેવા પ્રમાણે ચોમાસુ લાંબા બ્રેક બાદ ફરી સક્રિય થાય ત્યારે આ પ્રકારની અસામાન્ય ઘટનાઓ બને છે અને અત્યાધિક વિજળી ત્રાટકવાનાં બનાવ બને છે.

આ પણ વાંચો… Britain Gave Shock To india: કેનેડા બાદ બ્રિટને આપ્યો ભારતને આંચકો, વાંચો સમગ્ર મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો