Rishi Sunak PM Modi

Britain Gave Shock To india: કેનેડા બાદ બ્રિટને આપ્યો ભારતને આંચકો, વાંચો સમગ્ર મામલો…

Britain Gave Shock To india: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારત સાથે તાત્કાલિક વેપાર કરવાનો ઈનકાર કરી દીધો

નવી દિલ્હી, 04 સપ્ટેમ્બરઃ Britain Gave Shock To india: કેનેડાએ તાજેતરમાં જ ભારત સાથે વર્ષોથી ચાલતી વેપાર સમજૂતી અંગેની મંત્રણાને અટકાવવાનો નિર્ણય કર્યા બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારત સાથે તાત્કાલિક વેપાર કરવાનો ઈનકાર કરી દીધો છે. G-20 શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે આ સતત બીજો આંચકો મનાઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, G-20 શિખર સંમેલન સમયે હવે બ્રિટન અને ભારત વચ્ચે વેપાર સમજૂતી થવી મુશ્કેલ થઈ જશે. બની શકે કે હવે આગામી વર્ષે ચૂંટણી યોજાવા સુધી પણ આ સમજૂતી થઈ શકશે નહીં. કેટલાક અહેવાલોમાં સૂત્રોના હવાલાથી જણાવાયું હતું કે બ્રિટનના વડાપ્રધાને અર્લી હાર્વેસ્ટ ડીલના વિચારને ફગાવી દીધો છે.

વડાપ્રધાન મોદી ચાલુ અઠવાડિયાના અંતે નવી દિલ્હી ખાતે તેમના સમકક્ષ અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરવાના છે. જોકે તે પહેલાં જ બ્રિટનના વેપાર ડીલ તાત્કાલિક ધોરણે નહીં કરવાના નિર્ણયે સમજૂતી પર પહોંચવાની કોઈપણ પ્રકારની શક્યતાઓનો અંત લાવી દીધો છે.

આ પણ વાંચો… Train Stoppage at Wankaner Station: ઓખા-દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો