akhilesh yadav rahul gandhi

SP-Congress Alliance: યુપીમાં થશે કોંગ્રેસ-સપાનું ગઠબંધન, ભાજપને 80 બેઠકો પર ભારે પડશે આ માસ્ટર સ્ટ્રોક

SP-Congress Alliance: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી બંને વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને લોકસભાની ચૂંટણી એકસાથે લડશે

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરીઃ SP-Congress Alliance: લોકસભાની ચૂંટણી માટે છેલ્લા કેટલાક દિવસોથી ‘સીટ શેરિંગ’ને લઈને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી રહી હતી, જેમાં કોઈ નિર્ણય લેવાયો ન હતો. ત્યારે હવે મળતા અહેવાલ મુજબ બંને પક્ષો સમજૂતી થઈ ગઈ છે અને લોકસભાની ચૂંટણી એકસાથે લડશે.

આ પણ વાંચોઃ UPSC Recruitment 2024 : UPSC એ 120 જગ્યાઓ માટે કરી જાહેરાત, ઉમેદવારોની પસંદગી પરીક્ષાથી નહીં, માત્ર ઇન્ટરવ્યુ દ્વારા થશે

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 બેઠકો આવેલી છે. જેના પર ભાજપનું પલડું ભારે મનાય છે. જોકે આ વખતે વિપક્ષ એકજૂટ થતાં મત વિભાજન થવાની શક્યતાઓ ઓછી થઈ જવાને કારણે એનડીએ અને નવા રચાયેલા I.N.D.I.A ગઠબંધન વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી શકે છે. એટલા માટે જ છેવટે કોંગ્રેસ સાથેના વિવાદને ઉકેલી લેવાનો અખિલેશ યાદવનો આ નિર્ણય માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.

ઉલ્લખનીય છે કે, અગાઉ સમાજવાદી પાર્ટીએ  I.N.D.I.A ગઠબંધન હેઠળ કોંગ્રેસને 17 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો જેનો કોંગ્રેસે જવાબ ન આપતા અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થયા ન હતા.  અખિલેશે સોમવારે પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું હતું કે, ‘સીટ શેરિંગ’ અંગે નિશ્ચિત નિર્ણય લેવાઈ જશે, પછી જ અમારો પક્ષ (રાહુલ ગાંધીની) ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો