SSS Scam Update

SSS Scam Update: મોટા વિરોધને પગલે TMC સાંસદની સામે આવી પ્રતિક્રિયા

SSS Scam Update: બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી રિકવર થયેલા કાળા નાણાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે, “ટોલીગંજ ફ્લેટમાંથી રૂ. 21 કરોડ અને બેલઘારીમાંથી રૂ. 29 કરોડ – માત્ર નાની તળેટીમાં છે. જ્યાં સુધી તમે બીરભૂમ પર્વત અને કાલીઘાટ (મમતાનું નિવાસસ્થાન) ની ઝલક ન જુઓ ત્યાં સુધી તમારા શ્વાસ રોકો.”

નવી દિલ્હી, 30 જુલાઇઃ SSS Scam Update: શિક્ષક ભરતી કૌભાંડમાં બરખાસ્ત કરવામાં આવેલ મંત્રી પાર્થ ચેટર્જીનું નામ સામે આવ્યા બાદ બંગાળનું રાજકારણ ગરમાયું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે જવાબ માંગી રહી છે. તે જ સમયે, આ મોટા વિરોધને પગલે TMC સાંસદની પ્રતિક્રિયા સામે આવી છે. ટીએમસીના વરિષ્ઠ નેતા સૌગતા રોયે દાવો કર્યો કે, મમતા બેનર્જી સહિત પાર્ટીમાં કોઈને પણ આવી પ્રવૃત્તિઓની જાણ નહોતી. આ અંગે અમને જાણ થતાં જ અમે કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને મંત્રી પદ પરથી હટાવી દીધા. તૃણમૂલ નેતાએ કહ્યું કે જો સુવેન્દુ અધિકારી પાસે કોઈ પુરાવા છે તો તેમણે EDને જણાવવું જોઈએ, મીડિયાને નહીં.

જ્યાં સુધી તમે દીદીના કાલીઘાટ નિવાસની ઝલક ન જોઈ લે ત્યાં સુધી તમારે શાંતી રાખવી : સુવેન્દુ અધિકારી

બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી રિકવર થયેલા કાળા નાણાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે, “ટોલીગંજ ફ્લેટમાંથી રૂ. 21 કરોડ અને બેલઘારીમાંથી રૂ. 29 કરોડ – માત્ર નાની તળેટીમાં છે. જ્યાં સુધી તમે બીરભૂમ પર્વત અને કાલીઘાટ (મમતાનું નિવાસસ્થાન) ની ઝલક ન જુઓ ત્યાં સુધી તમારા શ્વાસ રોકો.”

આ પણ વાંચોઃ Uric Acid: આ વસ્તુ ખાઇને ઘટાડો યુરિક એસિડ, બસ રાખો આટલુ ધ્યાન સોજા અને દુ:ખાવામાં મળશે રાહત

સીએમ મમતા બધુ જ જાણતા હતાઃ અધિકારી

સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના મતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એક સક્ષમ એજન્સી છે. તેમને તપાસવા દ્યો. બધા જાણ છે કે, મમતા બેનર્જી પાર્થ ચેટરજીના કાળા કૃત્યોથી વાકેફ હતા. આખી રમત મમતા દીદીના નિર્દેશનમાં રમવામાં આવી છે. TMCનો મુખ્ય એજન્ડા ભ્રષ્ટાચાર છે. લોકોની ધારણાને કારણે જ ટીએમસીએ પાર્થને તેના પદ પરથી હટાવ્યા છે.

આવતા સપ્તાહે પીએમ મોદી અને મમતા વચ્ચે સંભવિત મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વચ્ચે આગામી સપ્તાહે મુલાકાત થવાની શક્યતા છે. આ બેઠક 5 કે 6 ઓગસ્ટે યોજાઈ શકે છે. હકીકતમાં મમતા બેનર્જી 5 અને 6 ઓગસ્ટના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે દિલ્હી આવી રહી છે. ત્યાર બાદ જ બંને નેતાઓની મુલાકાત થવાની સંભાવના છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Shivling made of 1.25 lakh rudraksha: મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં 1.25 લાખ રુદ્રાક્ષનું 20 ફૂટ ઊંચું, 8 ફૂટ પહોળું શિવલિંગ બનાવવામાં આવ્યું

Gujarati banner 01