Shivling made of 1.25 lakh rudraksha

Shivling made of 1.25 lakh rudraksha: મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં 1.25 લાખ રુદ્રાક્ષનું 20 ફૂટ ઊંચું, 8 ફૂટ પહોળું શિવલિંગ બનાવવામાં આવ્યું

Shivling made of 1.25 lakh rudraksha: 1 મહિના સુધી 24 કલાક મહારુદ્ર અભિષેક તેમજ જળ અભિષેક પણ કરવામાં આવશે

મહેમદાવાદ, 30 જુલાઇઃShivling made of 1.25 lakh rudraksha: શુક્રવારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે સૌથી મોટું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. શિવલિંગની ખાસિયત એ છે કે, તે 1.25 લાખ રુદ્રાક્ષ બનાવવામાં આવ્યું છે. તમામ રુદ્રાક્ષ નેપાળથી મગાવવામાં આવ્યા છે અને પ્રત્યેક્ષ રુદ્રાક્ષની કિંમત રૂ.100થી 110ની આસપાસ છે.પ્રત્યેક રુદ્રાક્ષને અલગ પાડીને ચોંટાડવામાં આવ્યો છે.

જેથી જળ અભિષેક થયા પછી પણ રુદ્રાક્ષ છૂટો પડશે નહીં. 1 મહિના સુધી 24 કલાક મહારુદ્ર અભિષેક તેમજ જળ અભિષેક પણ કરવામાં આવશે. મંદિર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે આ તમામ રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Actor Rasik dave passed away: જાણીતા અભિનેતા રસિક દવેનું મુંબઇમાં નિધન, કલાજગતમાં શોકની લાગણી

મંદિરે આ ઉપરાંત 21 કુંડી સામૂહિક હવનનું પણ આયોજન કર્યું છે.હવન માટે રાજ્યભરમાંથી અંદાજે 50થી વધુ બ્રાહ્મણ બોલાવવામાં આવશે. શ્રાવણ માસના એક મહિનામાં મંદિરે રોજના 20 હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે.

સોમવાર અને રવિવારે 50 હજારથી વધુ ભક્તો આવવાનો અંદાજ છે. મંદિરમાં 24 કલાક અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં મહાદેવના સમગ્ર પરિવાર બિરાજમાન હોય તેવી પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ New Health Warning on the tobacco packet: 1 લી ડિસેમ્બરથી તંબાકુ ઉત્પાદનો પર લખાશે નવી ચેતવણી- વાંચો વિગત

Gujarati banner 01