Supreme courtની કેન્દ્રને સલાહ, કહ્યું કોરોનાને રોકવા ફરી દેશભરમાં લોકડાઉન લાગુ કરવા પર વિચારો, ઓક્સિજનની અછતને લઇને પણ કહી આ મોટી વાત

નવી દિલ્હી, 03 મેઃ કોરોનાનો કહેર દેશમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં સુપ્રીમ કોર્ટે(Supreme court) કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને લોકડાઉન લાગુ કરવા પર વિચારણા કરવા જણાવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારોને સામૂહિક સમારોહ તેમજ સુપર સ્પ્રેડર કાર્યક્રમો પર રોક લગાવવા માટે પણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગરીબો પર લોકડાઉનના દુષ્પ્રભાવ પર ચિંતા વ્યકત કરતા એમ પણ કહ્યું કે, સરકાર જો લોકડાઉન લગાવે તો ગરીબો માટે અગાઉથી જ વિશેષ વ્યવસ્થા કરી રાખે.

વધુમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે, તે ઓક્સિજનની ઉપલબ્ધતા, કોરોના રસીની ઉપલબ્ધતા તેમજ તેમની કિંમત, જરૂરી દવાઓ યોગ્ય ભાવે પૂરા પાડવા સંબંધી તેના દિશા-નિર્દેશોનું પાલન કરે. સુપ્રીમે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને તેનો સામનો કરવાની યોજના બનાવે. જ્યાં સુધી કોઇ નક્કર નીતિ ન બને ત્યાં સુધી કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા તેમજ જરૂરી દવા આપવાનો ઇન્કાર ન કરવામાં આવવો જોઇએ. જો કોઇ પાસે ઓળખપત્ર નથી તો પણ તેને સારવાર આપવાથી ઇન્કાર કરી શકાય નહીં.

Whatsapp Join Banner Guj

ઓક્સિજનની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ઓક્સિજનની સપ્લાયની વ્યવસ્થા રાજ્યો સાથે ચર્ચા-વિચારણા કરીને તૈયાર કરે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેરને ‘રાષ્ટ્રીય કટોકટી’ સમાન ગણાવતાં સુપ્રીમ કોર્ટે(Supreme court) સોશિયલ મીડિયા પર ફરિયાદો ઊઠાવનારા સામે પગલાં લઈને તેમને ચૂપ કરવા બદલ કેન્દ્ર સરકારથી લઈને પોલીસ વડાઓને ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફરિયાદો કરનારા લોકો ખોટી ફરિયાદો કરે છે તેવું માનીને તેમને ચૂપ કરી શકાય નહીં.

કોર્ટે(Supreme court) કેન્દ્ર અને પોલીસ વડાઓને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, લોકો પાસે મદદની હાકલ સહિત સોશિયલ મીડિયા પર માહિતીના મુક્ત પ્રવાહને રોકવાના પ્રયાસને કોર્ટની અવમાનના સમાન ગણવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે સુપ્રીમે કેન્દ્રને રસીકરણ, ઓક્સિજનના પુરવઠા, રસીનો ભાવ નિશ્ચિત કરવા, અને રસી માટે જરૂરી લાયસન્સિંગ પર નીતિગત ફેરફારો અંગે નિર્ણય લેવા કેન્દ્રને જણાવ્યું છે.

ADVT Dental Titanium

ઓક્સિજન સપ્લાય 3 મેની રાત્રિ સુધીમાં બરાબર કરી લો, દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની માત્રાને લઇને સુપ્રીમ કોર્ટે(Supreme court) પોતાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીની ઓક્સિજનની સપ્લાય 3 મેની મધ્યરાત્રિ અથવા તો તે પહેલાં ઠીક કરી લેવામાં આવે. કેન્દ્ર સરકાર ઓક્સિજનના સપ્લાયની વ્યવસ્થા રાજ્યો સાથે વિચાર વિમર્શથી તૈયાર કરે. આ સાથે જ ઇમરજન્સી માટે ઓક્સિજનનો સ્ટોક અને આપાતકાલીન ઓક્સિજન શેર કરવાને બદલે ડિસેંટ્રલાઇઝ કરો.

આ પણ વાંચો…..

Positive story: 105 વર્ષીય દાદા અને તેમની 95 વર્ષીય પત્ની 9 દિવસ સુધી ICUમાં રહીને કોરોના સામે જીત મેળવી, સ્વસ્થ્ય થઇ ઘરે આવ્યા..!