Swami prasad maurya join sp: ભાજપના સ્વામી પ્રસાદ મૌર્યએ કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, સમાજવાદી પાર્ટીમાં જોડાયા

Swami prasad maurya join sp: શરદ પવારે મહત્વનુ નિવેદન આપતા કહ્યુ કે યુપીના લોકો હવે પરિવર્તન ઈચ્છે છે

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃSwami prasad maurya join sp: ઉત્તર પ્રદેશના રાજકારણમાં મંગળવારે મોટો હલચલ મચી ગઈ છે. સ્વામી પ્રસાદ મૌર્યએ કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ તેમનું રાજીનામું રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલી આપ્યું છે. આ સાથે સ્વામી પ્રસાદ મૌર્ય ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને સમાજવાદી પાર્ટી (SP)માં જોડાઈ ગયા છે.

ઉત્તરપ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે “લડ્યા પહેલાં જ હાર સ્વીકારી લીધી છે.”

સ્વામી પ્રસાદ મૌર્યના ભાજપમાંથી રાજીનામુ આપવા અને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાને લઈને પણ મોટો ખુલાસો કર્યો. શરદ પવારે કહ્યુ કે મૌર્ય સિવાય યુપીના કુલ 13 ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની છે.

આ પણ વાંચોઃ New guidelines for international arrivals: વિદેશથી આવતા યાત્રીઓ માટે સરકારે વધારે આકરા નિયંત્રણો લાગુ, હવે 7 દિવસ રહેવુ પડશે હોમ ક્વોરન્ટાઈન

ભાજપને હરાવવા માટે શરદ પવાર ગોવામાં પણ ભાજપ વિરૂદ્ધ વિપક્ષી પાર્ટીઓનુ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કરી શકે છે. યુપીની સ્થિતિ પર નજર રાખીને તે વિપક્ષને સાથે લાવવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવવાનો મૂડ બનાવતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે 2019માં મહારાષ્ટ્રમાં ભાજપને સૌથી વધારે બેઠક મળ્યા છતાં શરદ પવારે પોતાની પાર્ટી, શિવસેના અને કોંગ્રેસને સાથ લાવવાની જવાબદારી સંભાળી અને રાજ્યમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનની સરકાર સુનિશ્ચિત કરી.

યુપી વિધાનસભા ચૂંટણી પર શુ કહ્યુ શરદ પવારે?

શરદ પવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન ઉત્તર પ્રદેશમાં થનારી ચૂંટણીને લઈને પણ મહત્વનુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે યુપીના લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. અમે પણ રાજ્યમાં પરિવર્તન જોવા ઈચ્છીએ છીએ. તેમણે આગળ ભાજપ પર નિશાન સાધતા કહ્યુ, ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. રાજ્યના લોકો આનો જડબાતોડ જવાબ આપશે.

Whatsapp Join Banner Guj