advisory

આજથી વડાપ્રધાન મોદીએ ચાર દિવસીય ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નો કર્યો પ્રારંભ, લોકોને કરી આ 4 અપીલ- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 11 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તેવી સ્થિતિમાં આજે વડાપ્રધાન મોદીની સૂચના પર દેશભરમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં વધુમાં વધુ યોગ્ય નાગરિકોને રસીકરણ કરવાનો છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના 1,52,879 નવા કેસો સામે આવ્યા છે. તેને જોતા રસીકરણ પ્રોગ્રામમાં ઝડપ લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમાંથી એક ‘ટીકા ઉત્સવ’(Tika utsav) છે. મોટી સંખ્યમાં રસીકરણ કરવા માટે ચાર દિવસ માટે આ ‘ટીકા ઉત્સવ’ 14 એપ્રિલ સુધી ચાલશે. મહત્વપૂર્ણ છે કે 14 એપ્રિલે બંધારણ નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરની જયંતી પણ છે.

‘ટીકા ઉત્સવ’ને લઇ પીએમ મોદીએ ટ્વીટ કરી કે, આજે અમે દેશભરમાં ટીકા ઉત્સવ(Tika utsav)ની શરૂઆત કરી રહ્યા છે. કોરોના વિરુદ્ધ લડાઈના આ તબક્કામાં દેશવાસીઓને મારી ચાર અપીલ છે.

પીએમ મોદીની લોકોને ચાર અપીલ

  • જે લોકો ઓછા ભણેલા છે, વૃદ્ધ છે, જે પોતે જઇ રસી નથી લઇ સકતા તેમની મદદ કરો.
  • જે લોકો પાસે સાધન ઓછા છે. જે લોકોમાં જાણકારીનો અભાવ છે. તેમની કોરોનાની સારવારમાં મદદ કરો.
  • હું પોતે પણ માસ્ક પહેરું અને આ રીતે પોતાની પણ સુરક્ષા કરો અને બીજાને પણ સુરક્ષિત રાખું. તેના પર ભાર આપો.
  • ચોથી મહત્વની વાત, કોઇને કોરોના હોવાની સ્થિતિમાં ‘માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન’ બનાવવાનું નેતૃત્વ સમાજના લોકો કરે. જ્યાં એક પણ કોરોના પોઝિટવ કેસ આવ્યો છે. ત્યાં પરિવારના લોકો અને સમાજના લોકો માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવવો જોઇએ.
ADVT Dental Titanium

પીએમ મોદીએ જણાવ્યું કે ટીકા ઉત્સવ કોરોના વિરુદ્ધ બીજી લડાઈ છે. આપણે વ્યક્તિગત અને સામાજિક સ્તરે સ્વચ્છતા પર ભાર મુકવો પડશે. વડાપ્રધાને કોવિડ સારવારમાં માસ્કને પ્રોત્સાહન આપી વાઇરસથી બચાવમાં અન્ય લોકોની મદદ કરવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે ‘દરેક વ્યક્તિ બીજા વ્યક્તિની રક્ષા કરે‘. ‘દરેક વ્યક્તિ બીજા વ્યક્તિનો બચાવ કરે.

આ પણ વાંચો….

દિલ્હીમાં કોરોનાના કેસમાં થયો વધારો, CM Arvind Kejriwal એ લોકડાઉનને લઇ આપ્યું મોટું નિવેદન