Automatic Number Plate Reader

Toll Plaza Payment: ટોલ ટેક્સ ભરવામાં થવા જઈ રહ્યો મોટો ફેરફાર, સેટેલાઇટથી થશે પેમેન્ટ

Toll Plaza Payment: આ સિસ્ટમ આગામી દિવસોમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશેઃ નીતિન ગડકરી

અમદાવાદ, 09 ફેબ્રુઆરીઃ Toll Plaza Payment: ભારત ટેક્નોલોજી ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. વસ્તુઓ એટલી સરળ થઈ ગઈ છે કે હવે તમારે ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોમાં ઉભા રહેવાની પણ જરૂર નથી. દરમિયાન હવે લોકોને આમાં વધુ સુવિધા મળવાની છે.

હા, તમે સાચું સાંભળ્યું. આવનારા થોડા મહિનામાં તમારે ટોલ પર બ્રેક મારવાની પણ જરૂર નહીં પડે અને તમને એન્ટ્રી મળી જશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં સેટેલાઇટ ટોલ સિસ્ટમને લગતી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે આગામી દિવસોમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

કેન્દ્રીય પરિવહન મંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું, “અમે સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત સિસ્ટમ લાવશું. ટોલ બ્લોક દૂર કરવામાં આવશે, તમારે ક્યાંય રોકવાની જરૂર રહેશે નહીં. તમારી નંબર પ્લેટનો ફોટો દેખાશે.

તમે જ્યાંથી પ્રવેશશો અને જ્યાંથી બહાર નીકળશો ત્યાંથી ટોલ વસૂલવામાં આવશે અને તે તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવશે. તમને કોઈ રોકશે નહિ અને કોઈ તકલીફ નહિ પડે.”

આ પણ વાંચો… Sujalam Suflam Yojana: વરસાદી પાણીના એક-એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ: જળ સંપત્તિ મંત્રી મુકેશ પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો