twitter edited

Twitter: નેશનલ કમિશન ફોર વીમેનનો ટ્વિટરને આદેશ, કહ્યું- તાત્કાલિક પોર્નોગ્રાફિક કન્ટેન્ટ કરો દૂર- વાંચો શું છે મામલો

Twitter: સોશિયલ મીડિયા કંપનીઓ ભારતમાં કારોબાર કરી શકે, પરંતુ તેણે ભારતીય બંધારણ અને કાયદાને માન આપવું પડશે

નવી દિલ્હી, 01 જુલાઇઃ Twitter: નેશનલ કમિશન ફોર વીમેન (એનસીડબલ્યુ)એ ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરને આદેશ આપ્યો છે કે તેઓ સપ્તાહની અંદર આ પ્લેટફોર્મ પરથી દરેક પ્રકારના અભદ્ર કન્ટેન્ટ દૂર કરે. આ ઉપરાંત મોટી સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદેહિતા અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ટ્વિટરે(Twitter) તેમનું એકાઉન્ટ બ્લોક કરવા માટે યુએસ કોપીરાઇટ એક્ટ લગાવ્યો હતો, પરંતુ આ કાયદો પણ ભારતમાં ત્યારે લગાવી શકાય જ્યારે તે ભારતીય કાયદા સાથે સુસંગત હોય. 

આ એનસીડબલ્યુની ચેરપર્સન રેખા શર્માએ દિલ્હીના પોલીસ કમિશ્નરને પણ આ કેસની તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું હતું. એનસીડબલ્યુએ ટ્વિટર પર કેટલીક પ્રોફાઇલ્સમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટના પગલે આપમેળે જ પગલાં લઈ કાર્યવાહી શરુ કરી છે. 

ચેરપર્સન રેખા શર્માએ ટ્વિટર(Twitter) ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરને જણાવ્યું છે કે તે તાત્કાલિક અસરથી પોર્નોગ્રાફિક અને અભદ્ર કન્ટેન્ટ તેમના પ્લેટફોર્મ પરથી સપ્તાહની અંદર દૂર કરે. આ જ પ્રકારની ફરિયાદ અગાઉ મળી હતી તે અંગે કમિશને તે સમયે પણ ટ્વિટર ઇન્ડિયાના ધ્યાન પર તે બાબત તાત્કાલિક લાવી તેને દૂર કરવા જણાવ્યું હતું. પણ પ્લેટફોર્મે તેના પર કોઈ કાર્યવાહી કરી ન હતી. 

મોટી સોશિયલ(Twitter) મીડિયા કંપનીઓની જવાબદેહિતા અંગે રવિ શંકર પ્રસાદે અંગે બુધવારે જણાવ્યું હતું કે ટ્વિટરે તેમનું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કર્યુ તે માટે યુએસ કોપીરાઇટ એક્ટ લગાવ્યો હતો, પરંતુ અમેરિકાના કાયદાનો અમલ પણ ભારતમાં ત્યારે થાય જ્યારે તે ભારતીય કાયદા સાથે સુસંગત હોય, કારણ કે ટ્વિટર ભારતમાં કામ કરે છે અને નાણા કમાય છે. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓ ભારતમાં કારોબાર કરવા સ્વતંત્ર છે, પરંતુ તેમણે ભારતીય બંધારણ અને કાયદાને માનવા પડશે. 

Whatsapp Join Banner Guj

પંચ તે વાતથી આશ્ચર્ય પામ્યુ છે કે આ પ્રકારનો પ્રતિબંધિત કન્ટેન્ટ ઉપલબ્ધ હોવા છતા અને તેનાથી ફક્ત ભારતીય કાયદા જ નહી પરંતુ ટ્વિટરની પોતાની પોલિસીનો પણ ભંગ થતો હોવા છતાં હજી સુધી તેને દૂર કરવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેણે જણાવ્યું હતું કે કમિશને ટ્વિટર(Twitter) સાથે કેટલીક પ્રોફાઇલની વિગતો શેર કરી છે, જેના પરથી પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બતાવાયું છે. તેને સપ્તાહની અંદર આ કન્ટેન્ટ દૂર કરવા સૂચના આપી છે. આ પ્લેટફોર્મને દસ દિવસની અંદર તેણે લીધેલા પગલાંનો જવાબ આપવા કહેવાયું છે. 

દિલ્હી પોલીસ દ્વારા નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરિયલ બતાવવાના આરોપસર કેસ નોંધી તપાસ શરુ કરી તેના પછી આ પગલું લેવાયું છે. 

માઇક્રોબ્લોગિંગ પ્લેટપોર્મ ટ્વિટર સરકાર સાથે વિવિધ મુદ્દાને લઇને ભેખડે ભરાયું છે. તેમા જાન્યુઆરીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન અને પછી ભાજપના કેટલાક નેતાઓની પોલિટિકલ પોસ્ટને મેનિપ્યુલેટેડ મીડિયા કહી ટેગિંગ કર્યુ તુ. કેન્દ્રએ તેના પગલે તેની ઝાટકણી કાઢી હતી. તેની સાથે ટ્વિટરે સોશિયલ મીડિયા કંપનીઓ માટેના નવા આઇટી નિયમોનું પાલન કર્યુ નથી.

આ પણ વાંચોઃ Vaccine for students: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી માટે લેવાયો મહત્વનો નિર્ણયઃ પરીક્ષાર્થીઓને ફરજીયાત વેક્સિનમાંથી મુક્તિ, વાંચો વિગત