Add a heading 31 min

Vaccine for students: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી માટે લેવાયો મહત્વનો નિર્ણયઃ પરીક્ષાર્થીઓને ફરજીયાત વેક્સિનમાંથી મુક્તિ, વાંચો વિગત

Vaccine for students: રાજ્ય સરકારના પરિપત્રમાં સુધારો થતાં વેક્સિન ન લેનારા વિદ્યાર્થીઓ પણ હવે પરીક્ષા આપી શકશે

ગાંધીનગર, 01 જુલાઇઃVaccine for students: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિક્ષાર્થીઓને ફરજીયાત વેક્સિનમાંથી મુક્તિ અપાઇ છે. વેક્સિન ન લેનારા વિદ્યાર્થીઓ પણ હવે પરીક્ષા આપી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 8 જુલાઈથી પરીક્ષા શરૂ થઇ રહી છે.

ત્યારે એ પહેલાં વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પરિપત્રમાં સુધારો થતાં વેક્સિન ન લેનારા વિદ્યાર્થીઓ પણ હવે પરીક્ષા આપી શકશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવા છૂટ આપવામાં આવી છે. જેની સાથે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જે પરિપત્રમાં કોવિડની ગાઇડલાઇનના પાલન સાથે સાથે પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓનું વેક્સિનેશન ફરજીયાત થયું હોવાનું કહેવાતા યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.

Whatsapp Join Banner Guj

ત્યારે સરકારની છૂટ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 8 જુલાઇથી 30743 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે સ્નાતકના 29000 છાત્રોની પરીક્ષા 22 જુલાઇથી લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ વેક્સિનના અભાવ વચ્ચે તમામને કઇ રીતે રસી અપાશે તે અંગે અસંમજસ હતું.

પરંતુ હવે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફરજિયાત વેક્સિન લેવામાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મુક્તિ અપાઇ છે. જેથી વિદ્યાર્થીઓને મૂંઝવણ અનુભવતા દૂર થયા છે.

આ પણ વાંચોઃ Nurses salaries increase: 18 હજાર નર્સોનો વધી જશે પગાર, 135 ટકાના વધારા સાથે રાજ્ય સરકારે મંજૂર કર્યું આ એલાઉન્સ