uddhav thakre edited

કોરાના વધતા સંક્રમણને લઈને ઉદ્ધવ સરકારે(uddhav sarkar) લીધો મહત્વનો નિર્ણય, નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ થશે એફઆઇઆર

uddhav sarkar

મુંબઇ, 19 ફેબ્રુઆરીઃ દેશમાં કોરોનાના કહેર ઘટતો દેખાઈ રહ્યો છે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં સતત કેસ વધી રહ્યા છે જે મહારાષ્ટ્ર સરકાર(uddhav sarkar) માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યની રાજધાની મુંબઈ માટે અધિકારીઓએ કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે નવા અનેક સૂચનો જાહેર કર્યા છે. જેમાં, હોમ કોરન્ટીનના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ ફરિયાદ થઇ શકવાના અને બિલ્ડીંગને સીલ કરવા સુધીના કડક નિયમો સામેલ છે. મુંબઈમાં ગુરુવારે 736 નવા કેસ સામે આવ્યા છે જયારે વધુ 3 લોકોના મોત થયા છે.

મુંબઈમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 316,487 થઇ ગઈ છે.જયારે 11432 લોકોના મોત થયા છે. હાલ મુંબઈમાં 4782 સક્રિય કેસ છે. મહારાષ્ટ્રની વાત કરીયે તો રાજ્યમાં ગુરુવારે 5 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે જે 4 ડિસેમ્બર બાદ સૌથી વધુ છે. ગુરુવારે સામે આવેલ 5427 કેસની સાથે રાજ્યના કુલ સંક્રમિત દર્દ્દીઓની સંખ્યા વધુને 2,081,520 થઇ ગઈ છે જયારે 51669 લોકોના મોત થયા છે.

Whatsapp Join Banner Guj

દેશની આર્થિક રાજધાની મુમાઈમાં કોરોનાના કેસ વધતા બૃહન્મુંબઈમહાનગરપાલિકા (બીએમસી) દ્વારા નિયમો ફરી કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઇમારતો અને ફ્લોર્સને સીલ કરવામાં આવશે, સંક્રમિત લોકોને સ્ટેમ્પ મારવામાં આવશે, 12 થી વધુ હોટસ્પોટસ પર નજર રાખવામાં આવશે અને તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે જે માસ્ક નહીં પહેરે. બીએમસી પ્રમુખ ઇકબાલ સિંહ ચહલએ જણાવ્યું છે કે મુંબઈમાં કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે તાત્કાલિક અસરથી કેટલીક કડકાઈ ભર્યા પગલાં ભરવામાં આવી રહ્યા છે.

નવા નિયમોને લઈને ચહલ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી. બેઠકમાં જાણકારી આપતા એક અધિકારીએ જણાવ્યું કે મોટાભાગના નિયમો પહેલા જેવા જ છે જે આપણે કોરોના કાળની શરૂઆતથી પાલન કરી રહ્યા છીએ. અમે એકવાર ફરી તે સોસાયટીઓને સીલ કરીશું, જ્યાં પાંચથી વધુ પોઝિટિવ કેસ સામે આવે છે અને સંક્રમિત દર્દીઓને સ્ટેમ્પ લગાવી ઓળખ રાખવામાં આવશે. જો સંક્રમિત લોકો હોમ કોરન્ટીનના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. સાથે જ મુંબઈમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

જમ્મુ કાશ્મીર(sophia)માં સુરક્ષા દળોની મોટી સફળતા, 3 આતંકીવાંદીઓ ઠાર મરાયા, એક એસપીઓ શહીદ- એક જવાન થયા ઘાયલ