IMG 20200512 093331 595 1 edited

અત્યારે એવો સમય આવી ગયો છે કે લોકો ઘરે પણ માસ્ક પહેરીને જ ફરેઃ કેન્દ્ર સરકાર(union health ministry), વાંચો વધુમાં સરકારે આપેલા સૂચનો

નવી દિલ્હી, 27 એપ્રિલઃ દેશમાં કોરોનાના વધતા કહેરને લઇને સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. તેવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે(union health ministry) સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન સંયુક્ત સચિવે જણાવ્યુ કે, પાછલા વર્ષના મુકાબલે આ વખતે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાયરસ માત્ર મનુષ્યોમાં ફેલાઈ છે, જેને રોકવા માટે કોવિડ-19 એપ્રોપ્રિયેટ બિહેવિયર લાગૂ રાખવું પડશે.

union health ministry

નીતિ આયોગ(union health ministry)ના સભ્ય વીકે પોલે કહ્યુ કે, હવે સમય આવી ગયો છે કે તમારે ઘરમાં પણ માસ્ક પહેરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિમાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળે છે, પરંતુ રિપોર્ટમાં તેની પુષ્ટિ થતી નથી, તો તેણે કેટલોક સમય ક્વોરેન્ટાઈન રહેવાની જરૂર છે. જો ઘરમાં કોઈ સંક્રમિત છે તો માનીને ચાલો કે તમે પોઝિટિવ છો. તેથી જરૂરી છે કે ઘર પર પણ માસ્કનો ઉપયોગ કરવામાં આવે. 

એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ, જે પણ કોવિડ પોઝિટિવ આવે છે તેમાં તે પેનિક થઈ જાય છે કે ક્યાંક બાદમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ ખવાની જરૂર ન પડે તેથી હું અત્યારે દાખલ થઈ જાવ છું. હોસ્પિટલોની બહાર ભારે ભીડ થાય છે અને જરૂરી દર્દીઓને સારવાર મળતી નથી. તેમણે આગળ કહ્યું કે, આપણે કેસની સંખ્યા ઓછી કરવી પડશે અને હોસ્પિટલના સંસાધનોનો સારો ઉપયોગ કરવો પડશે. ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ ખુબ મહત્વપૂર્ણ છે. હાલમાં એક બિનજરૂરી ડર છે. 

union health ministry

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે એટલે કે સોમવારે દેશમાં 3,52,991 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય(union health ministry) પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેષ, કેરલ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી 14.19 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 

આ પણ વાંચો….

આજે હનુમાન જયંતીઃ બજરંગબલી(Hanuma jayanti)ના આ 12 નામનો જાપ કરવાથી દરેક સંકટ દૂર થાય છે…!