Russia Ukraine war Update

Lack of food water and medicine in this city of Ukraine: યુક્રેનના આ શહેરમાં 1 લાખ લોકોના જીવનમાં ખોરાક-પાણી અને દવાની અછત- વાંચો શું છે કારણ?

નવી દિલ્હી, 23 માર્ચ: Lack of food water and medicine in this city of Ukraine: રશિયાએ યુક્રેનના દક્ષિણ તટીય શહેર મારિયુપોલ પર હુમલા વધારી દીધા છે. મંગળવારે બે શક્તિશાળી બોમ્બના હુમલાથી મારિયુપોલ શહેર હચમચી ઊઠ્યું હતું. આ હુમલા ઔદ્યોગિક વિસ્તાર પર થયા હતા, જોકે હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી.

રશિયાએ મારિયુપોલને કબજે કરવા માટેની છેલ્લી સોમવારે ડેડલાઈન આપી હતી, જે પૂરી થઈ ગઈ હતી. જ્યારે આ તરફ યુક્રેને આત્મ સમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી અહીં લડાઈ પણ ઉગ્ર બની હતી. મંગળવારે ઇટાલીની સંસદમાં સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયન બોમ્બધડાકા પછી આ શહેરમાં કંઈ જ બચ્યું નથી.

આ પણ વાંચો..Victoria Nuland meets Foreign Secretary Harshvardhan Sringala in New Delhi: યુએસ ડિપ્લોમેટ વિક્ટોરિયા નૂલેન્ડ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સાથે દિલ્હીમાં મુલાકાત કરી

ઝેલેન્સ્કીએ કહ્યું હતું (Lack of food water and medicine in this city of Ukraine) કે મારિયુપોલમાં એક લાખ લોકો ફસાયા છે. આ લોકો ખોરાક, પાણી, દવા જેવી જીનવજરૂરી વસ્તુની અછતનો સામનો કરી રહ્યા છે. અહીં સતત બોમ્બમારો થઈ રહ્યો છે. અનેક લોકો શહેર છોડવા માંગે છે પણ તેઓ છોડી શકે તેમ નથી. છેલ્લા 24 કલાકમાં સાત હજાર લોકો ભાગવામાં સફળ રહ્યા છે, જ્યારે ભાગી રહેલા એક ગ્રુપને રશિયાની આર્મીએ કપડી લીધું છે.

Lack of food water and medicine in this city of Ukraine
file picture

રશિયન સૈનિકો શહેરને રાખમાં ફેરવવા માગે છે યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન સૈન્યને મારિયુપોલ શહેરમાં રસ નથી, તેઓ એને ધ્વસ્ત કરીને રાખ કરવા માગે છે. મારિયુપોલમાં 1 લાખ લોકો ફસાયા છે. તેઓ વીજળી અને પાણી વિના જીવવા મજબૂર છે. રશિયન સૈનિકોએ 1 માર્ચના રોજ 4.5 લાખની વસતિવાળા મારિયુપોલને ઘેરાવ કર્યો હતો. હુમલા પછી અત્યારસુધીમાં લગભગ 2.5 લાખ લોકો શહેર છોડી ગયા છે.

Gujarati banner 01