Viksit Bharat Sankalp Yatra in Mumbai

Viksit Bharat Sankalp Yatra in Mumbai: પ્રધાનમંત્રીના અગ્ર સચિવે મુંબઈમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો

Viksit Bharat Sankalp Yatra in Mumbai: અગ્ર સચિવે તમામ સહભાગીઓ સાથે વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી

નવી દિલ્હી, 04 જાન્યુઆરીઃ Viksit Bharat Sankalp Yatra in Mumbai: પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ આજે મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં વિકસિત ભારત સંકલાપ યાત્રામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 1500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

અગ્ર સચિવે તમામ સહભાગીઓ સાથે વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી. મેરી કહાની મેરી ઝુબાની પહેલ હેઠળ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો અને સફળતાની ગાથાઓ રજૂ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીનો રેકોર્ડ કરેલો વિડિયો મેસેજ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદ્દેશો પરની ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. અગ્ર સચિવે મુદ્રા યોજના, પ્રધાનમંત્રી સ્વાનિધિ જેવી યોજનાઓનાં લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લાભોનું વિતરણ પણ કર્યું હતું.

મુખ્ય સચિવે સંતૃપ્તિ પ્રાપ્ત કરવા અને અત્યાર સુધી આ યોજનાઓનો લાભ ન મેળવી શક્યા હોય તેવા તમામ લાભાર્થીઓ સુધી પહોંચવા માટે મુખ્ય સરકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે સ્થાપવામાં આવેલા સરકારી યોજનાઓના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે પણ સહભાગીઓને સંબોધન કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રીના વિકસિત ભારતનાં વિઝન વિશે વાત કરી હતી અને નાગરિકોને આ યાત્રામાં સંપૂર્ણ જોશ સાથે સહભાગી થવા અપીલ કરી હતી. તેમણે સરકારી યોજનાઓના અમલીકરણમાં સંતૃપ્તિ અભિગમ અને લાસ્ટ માઇલ ડિલિવરી પર પણ વાત કરી હતી. અગ્ર સચિવે મુંબઇ શહેરમાં સફળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવા બદલ બીએમસી પ્રશાસનની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો… Multisports Beach Games: ભારતમાં પ્રથમ વખત મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સનું દીવ ખાતે આયોજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો