VLC Media Player

VLC media player banned: સરકારે ચીની એપ વીએલસી મીડિયા પ્લેયર ને કરી બેન, જાણો શું છે કારણ

VLC media player banned: VideoLAN પ્રૉજેક્ટના વીએસલી મીડિયા પ્લેયર અને વેબસાઇટને સરકારે આઇટી અધિનિયમ, 2000 અંતર્ગત બેન કરી

નવી દિલ્હી, ૧૩ ઓગસ્ટ: VLC media player banned: મીડિયા પ્લેયર અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વર VLC media player ને દેશમાં બેન કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, VideoLAN પ્રૉજેક્ટના વીએસલી મીડિયા પ્લેયર અને વેબસાઇટને સરકારે આઇટી અધિનિયમ, 2000 અંતર્ગત બેન કરી છે.

વીએલસી મીડિયા પ્લેયર અને તેની વેબસાઇટની સર્વિસીઝને લગભગ બે મહિના પહેલાથી જ બંધી કરી દેવામાં આવી ચૂકી છે. જોકે કંપની તરફથી આના પર કોઇ નિવેદન નથી આવ્યુ, પરંતુ આની વેબસાઇટ ડાઉન છે અને ડાઉનલૉડ લિન્કને પણ બ્લૉક કરી દેવામા આવી છે. વીએલસી મીડિયાની વેબસાઇટ ખોલવા પર આઇટી એક્ટ અંતર્ગત બેન કરવામાં આવેલો મેસેજ જોવા મળે છે.

વીએલસી મીડિયા પ્લેયરને કેમ કરાઇ બેન

ભારતમાં અત્યાર સુધી કોઇપણ VLC ને એક્સેસ નથી કરી શકતુ. વીએલસી મીડિયા પ્લેયર ACT ફાઇબરનેટ, વૉડાફોન-આઇડિયા અને બીજા તમામ મુખ્ય ISP પર બ્લૉક છે. સરકારે સેંકડો ચીની એપ્સને પણ બ્લૉક કરી દીધી હતી. આમાં ટિકટૉક, કેમસ્કેનર અને બીજી કેટલીય પૉપ્યૂલર એપ્સ સામેલ છે.

એપ્સને બ્લૉક કરવા પાછળનુ કારણ છે કે સરકારને ઇનપુટ મળ્યા હતા કે આ પ્લેટફોર્મ ચીનના યૂઝર્સને ડેટા મોકલી રહ્યાં છે. જોકે, વીએલસી મીડિયા પ્લેયર એક ચીની કંપની સપોર્ટેડ નથી, પરંતુ આ પેસિસ સ્થિત ફર્મ VideoLAN બનાવામાં આવી છે. 

આ પણ વાંચો: PM housing scheme: પીએમ આવાસ યોજના સરકારે લંબાવી, જોઈ લો કોણ લઈ શકશે આ યોજનાનો લાભ

Gujarati banner 01