PM housing scheme

PM housing scheme: પીએમ આવાસ યોજના સરકારે લંબાવી, જોઈ લો કોણ લઈ શકશે આ યોજનાનો લાભ

PM housing scheme: પીએમ આવાસ યોજના હવે 31 ડિસેમ્બર 2024 સુધી લાગૂ રહેશે

નવી દિલ્હી, ૧૩ ઓગસ્ટ: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીનો સમયગાળો બે વર્ષ લંબાવી દીધો છે. હવે આ યોજના 31 ડિસેમ્બર 2024 સુધી લાગૂ રહેશે. તેમાં 31 માર્ચ 2022 સુધી સ્વિકૃત 122.96 લાખ ઘરોના નિર્માણ પુરા કરવા માટે નાણાકીય સહાય આપવાનું પણ સામેલ છે. દેશમાં તમામ લોકોને પાક્કા ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવામાં આવી રહી છે. 

એક અહેવાલ મુજબ, સરકારી નિવેદન અનુસાર મૂળ અંદાજિત માંગ અનુસાર 102 લાખ મકાનોના નિર્માણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમાંથી 62 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. કુલ મંજૂર થયેલા 123 લાખ મકાનોમાંથી, 40 લાખ મકાનોની દરખાસ્ત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મોડી પ્રાપ્ત થઈ હતી, જેને પૂર્ણ થવામાં બીજા બે વર્ષનો સમય લાગે છે. તેથી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિનંતીઓના આધારે, કેન્દ્રીય કેબિનેટે PMAY-U ના અમલીકરણની અવધિ 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી

આ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય EWS/LIG અને MIG કેટેગરીમાં શહેરી આવાસની અછતને દૂર કરવાનો છે જેમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સહિત તમામ પાત્ર શહેરી પરિવારોને પાકાં મકાનો સુનિશ્ચિત કરવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષ 2017માં અંદાજિત 100 લાખ મકાનોની માંગ હતી.

કોણ કરી શકે છે આના માટે અરજી

3 લાખથી 18 લાખ રૂ. સુધીની વાર્ષિક આવક ધરાવતું કોઈપણ કુટુંબ આના માટે અરજી કરી શકે છે. અરજદાર અથવા પરિવારના કોઈપણ સભ્ય પાસે દેશના કોઈપણ ભાગમાં પાકું મકાન ન હોવું જોઈએ. 18 લાખથી વધુની કમાણી કરતી વ્યક્તિઓ, જેમની પાસે પહેલેથી જ પોતાનું પાકું મકાન છે અથવા જેમને ભૂતકાળમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવાસ યોજનાનો લાભ મળ્યો છે, તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શકતા નથી.

આ પણ વાંચો: Porbandar boat: ઈરાન નજીક સમુદ્રમાં ગરકાવ થયેલા ‘જમના સાગર’ વહાણના ખલાસીનો મૃતદેહ મળ્યો, જાણો…

Gujarati banner 01