weather summer

Weather Update: ગરમીની વચ્ચે વાદળછાયુ વાતાવરણ, રેડ એલર્ટની સાથે રેન એલર્ટ- વાંચો વિગત

Weather Update: 20 માર્ચની રાતથી વધુ એક પશ્વિમી વિક્ષોભ પશ્વિમી હિમાલય ક્ષેત્રની નજીક પહોંચી શકે છે.

whatsapp banner

અમદાવાદ, 18 માર્ચઃ Weather Update: અત્યારે સૂર્યનો તાપ અનુભવાઇ રહ્યો છે. 18 માર્ચથી એક તાજા પશ્વિમી વિક્ષોભ પશ્વિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે. 20 માર્ચની રાતથી વધુ એક પશ્વિમી વિક્ષોભ પશ્વિમી હિમાલય ક્ષેત્રની નજીક પહોંચી શકે છે. દિલ્હીની વાત કરીએ તો પારો સોમવારે ચઢવા લાગશે. અને વીકએંડ સુધી 33 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 18 માર્ચના રોજ દિલ્હીનું અધિકત્તમ તાપમાન 30° પહોંચી શકે છે. 

આગામી 24 કલાક દરમિયાન, 18 અને 20 માર્ચની વચ્ચે ગંગાના પશ્ચિમ બંગાળમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 18 અને 21 માર્ચની વચ્ચે, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, વિદર્ભ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં ગાજવીજ, વીજળી અને તીવ્ર પવન (30 થી 40 કિમી પ્રતિ કલાક) સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિદર્ભમાં 17 અને 18 માર્ચ દરમિયાન અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 18 અને 19 માર્ચ દરમિયાન કરા પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Consumption: તમને પણ છે કબજિયાતની સમસ્યા? તો રોજ ખાલી પેટ ખાઓ આ ફ્રૂટ- જડમૂળથી સાફ થશે પેટ

હવામાનની આગાહી કરતી સંસ્થા સ્કાયમેટ વેધર અનુસાર, 19 માર્ચે ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણા અને તટીય આંધ્રપ્રદેશમાં 18 થી 21 માર્ચ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. કેરળમાં 17 થી 18 માર્ચ વચ્ચે હળવો વરસાદ પડી શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં 18 અને 22 માર્ચ વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

એક્યૂઆઇસીએનના અનુસાર આજે સવારે 6 વાગે દિલ્હીના એર ક્વોલિટી ઇન્ડેક (AQI) 230  સ્વાસ્થ્યની દ્વષ્ટિએ ખરાબ સ્થિતિમાં રહ્યો. 24 કલાકનો સરેરાશ AQI રવિવારે સાંજે 4 વાગે 193 (મધ્યમ) નોંધાયો હતો. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો