Wheat

Wheat Price: હવે ઘઉં પર મોંઘવારીનો માર, એક કિલો પર ખર્ચવા પડશે આટલા રૂપિયા

Wheat Price: છેલ્લા ચાર મહિનામાં ઘઉંના ભાવમાં 18 ટકાનો વધારો થયો

નવી દિલ્હી, 09 ઓગસ્ટઃ Wheat Price: ઘઉંના ભાવમાં વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં ઘઉંના ભાવ છ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આગામી તહેવારોની મોસમ અને ઘઉંની માંગમાં વધારાને કારણે ઘઉંના ભાવમાં વધારો થયો છે. ઘઉંના ભાવમાં આ તીવ્ર ઉછાળા પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર ઘઉંની આયાત પરની ડ્યુટી નાબૂદ કરી શકે છે.

આના કારણે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ઘઉંના ભાવ નિયંત્રણમાં આવશે. જો ઘઉંના ભાવમાં સતત વધારો થતો રહેશે. તો તેના કારણે ઘઉંમાંથી લોટ લઈને બનેલી બીજી ઘણી વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

બિસ્કિટથી લઈને બ્રેડ સુધી અનેક વસ્તુઓના ભાવ વધી શકે છે. તેવી જ રીતે ખાદ્ય ફુગાવો જૂન મહિનામાં 2.96 ટકાથી વધીને 4.49 ટકા થયો છે. અને જો ઘઉંના ભાવમાં આ વધારો ચાલુ રહેશે તો ખાદ્ય ફુગાવામાં વધુ વધારો જોવા મળી શકે છે.

અહેવાલ મુજબ એક વેપારીએ જણાવ્યું કે, ઘઉં ઉત્પાદક રાજ્યોમાં ખેડૂતો તરફથી આવતો પુરવઠો અટકી ગયો છે. ફ્લોર મિલો ઘઉંનો પૂરતો સ્ટોક ખરીદી શકતી નથી. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ઘઉંના ભાવ 1.5 ટકા વધીને રૂ. 25,446 પ્રતિ મેટ્રિક ટન પર પહોંચી ગયા છે, જે 10 ફેબ્રુઆરી પછી સૌથી વધુ છે. છેલ્લા ચાર મહિનામાં ઘઉંના ભાવમાં 18 ટકાનો વધારો થયો છે.

સરકારે ઘઉંની આયાત પર 40 ટકા ડ્યૂટી નાબૂદ કરવાનો સંકેત આપ્યો

1 ઓગસ્ટના રોજ સરકાર પાસે ગોડાઉનમાં 28.3 મિલિયન મેટ્રિક ટન ઘઉંનો સ્ટોક હતો, જે એક વર્ષ પહેલા 26.6 મિલિયન મેટ્રિક ટન હતો. વેપારીઓનું માનવું છે કે સરકારે તેના સ્ટોકમાંથી ઘઉં ખુલ્લા બજારમાં વેચવા જોઈએ જેથી તહેવારોની સિઝનમાં પુરવઠો જાળવી શકાય અને અછત ટાળી શકાય.

ગયા અઠવાડિયે જ સરકારે ઘઉંની આયાત પર 40 ટકા ડ્યૂટી નાબૂદ કરવાનો સંકેત આપ્યો હતો. નિષ્ણાંતો માને છે કે કિંમતોમાં ઘટાડો કરવા માટે આયાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, આ વર્ષે ઘઉંનું ઉત્કૃષ્ટ ઉત્પાદન હોવા છતાં, સરકારે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો નથી.

આ પણ વાંચો… France Schengen Visa: ભૂતપૂર્વ ભારતીય વિદ્યાર્થીઓને ફ્રાન્સની મોટી ભેટ, મળશે આ સુવિધા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો