France President AND PM MODI

France Schengen Visa: ભૂતપૂર્વ ભારતીય વિદ્યાર્થીઓને ફ્રાન્સની મોટી ભેટ, મળશે આ સુવિધા…

France Schengen Visa: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ભૂતપૂર્વ ભારતીય વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષના શેંગેન વિઝાની જાહેરાત કરી

નવી દિલ્હી, 09 ઓગસ્ટઃ France Schengen Visa: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાંસની મુલાકાતના દિવસો પછી, રાષ્ટ્રપતિ મેક્રોને મોટી ભેટમાં ભૂતપૂર્વ ભારતીય વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષના શેંગેન વિઝાની જાહેરાત કરી છે. ફ્રાન્સે મંગળવારે કહ્યું કે, તેણે નવી શિક્ષણ નીતિ હેઠળ ભૂતપૂર્વ ભારતીય વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષના શેંગેન વિઝાની જાહેરાત કરી છે.

આ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતના 30 હજાર વિદ્યાર્થીઓનું ફ્રાન્સમાં સ્વાગત કરવામાં આવશે. તેનો ઉદ્દેશ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહિત કરવાનો છે અને બંને દેશો વચ્ચે કાયમી મિત્રતાને પ્રોત્સાહન આપવાનો છે.

એક સેમેસ્ટર પણ પૂર્ણ કર્યું છે તે પાંચ વર્ષના શેંગેન વિઝા માટે પાત્ર છે

ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેરિસ મુલાકાત દરમિયાન, ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકારવા માટે નવી પહેલની જાહેરાત કરી હતી.

ફ્રેન્ચ એમ્બેસીએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે ફ્રાન્સ માને છે કે જ્યારે કોઈ ભારતીય વિદ્યાર્થી ફ્રાંસમાં માત્ર એક સેમેસ્ટર પૂર્ણ કરે છે, ત્યારે તે એક બ્રીજ બનાવે છે જેની જાળવણી અને ઉજવણી કરવાની જરૂર છે.

એમ્બેસીએ જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓ કે જેમની પાસે પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ઉચ્ચ ડિગ્રી છે અને જેમણે ઓછામાં ઓછું એક સેમેસ્ટર ફ્રાન્સમાં વિતાવ્યું છે તેઓ પાંચ વર્ષના શેંગેન વિઝા માટે પાત્ર છે. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સ અને તેમના ફ્રેન્ચ સમકક્ષો સાથે ગાઢ સંબંધો જાળવવા માટે આ ખાસ વ્યવસ્થા છે.

આ પણ વાંચો… Raksha Bandhan 2023: રક્ષાબંધને રહેશે ‘ભદ્રા કાળ’ નો પડછાયો, અહીં જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો