Wrestlers protest

Wrestlers protest update: નવા સંસદ ભવન સામે યોજાશે ‘દંગલ’! આ તારીખે મહાપંચાયત કરશે કુસ્તીબાજો

Wrestlers protest update: કુસ્તીબાજોએ નવી સંસદ ભવન સામે 28 મેના રોજ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું

નવી દિલ્હી, 24 મેઃ Wrestlers protest update: દેશના પ્રખ્યાત કુસ્તીબાજો ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર તેમનો વિરોધ ચાલુ રાખી રહ્યા છે. દરમિયાન, કુસ્તીબાજોએ નવી સંસદ ભવન સામે 28 મેના રોજ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

મંગળવારે (23 મે) વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ન્યાયની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કૂચ કરી હતી. આ કૂચ પછી કુસ્તીબાજ વિનેશ ફોગાટે પત્રકારોને જણાવ્યું હતું કે “અમે નવી સંસદ ભવન સામે 28 માર્ચે શાંતિપૂર્ણ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું છે.”

મહિલાઓ મહાપંચાયતનું નેતૃત્વ કરશે

વિનેશ ફોગાટે કહ્યું કે આ મહાપંચાયતનું નેતૃત્વ મહિલાઓ કરશે. આ સાથે તેમણે કહ્યું કે જે અવાજ ઉઠાવવામાં આવ્યો છે તે દૂર દૂર સુધી પહોંચવો જોઈએ. જો આજે દેશની દીકરીઓને ન્યાય મળશે તો આવનારી પેઢીઓને તેનાથી હિંમત મળશે.

વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા ટોચના કુસ્તીબાજો 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે. રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

બ્રિજભૂષણ સામે બે એફ.આઈ.આર

મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો, ત્યારબાદ 28 એપ્રિલે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં પોસ્કો હેઠળ સગીર છોકરીની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્ય કુસ્તીબાજોના યૌન શોષણની ફરિયાદ પર બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો… Salman Khan OTT Debut: હવે ઓટીટી પર જોવા મળશે ભાઈજાનનો સ્વેગ? આ વેબ સિરીઝ માટે હાં પાડી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો