12th results

Gujarat Board 10th Result: ઈંતજાર ખતમ! જાહેર થયું ધો.10નું પરિણામ, આ જિલ્લો સૌથી આગળ

Gujarat Board 10th Result: આ વર્ષે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું

અમદાવાદ, 25 મેઃ Gujarat Board 10th Result: માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું છે. વર્ષ 2022ની તુલનામાં આ વર્ષે 0.56 ટકા પરિણામ ઓછુ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું

ધોરણ 10નું સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે. દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 95.92 ટકા આવ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યું છે.

રાજ્યની 272 શાળાઓનું ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 100 ટકા આવ્યું છે. એક હજાર 84 શાળાઓનું 30 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે. 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. ધોરણ 10ના છ હજાર 111 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો. 44 હજાર 480 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો હતો. તો 86 હજાર 611 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ મેળવ્યો હતો.

એક લાખ 27 હજાર 652 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ મેળવ્યો હતો. એક લાખ 39 હજાર 248 વિદ્યાર્થીઓએ સી-1 ગ્રેડ મેળવ્યો હતો. 67 હજાર 373 વિદ્યાર્થીઓએ સી-2 ગ્રેડ મેળવ્યો હતો. ત્રણ હજાર 412 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો હતો. આ રીતે રાજ્યના 9.50 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું હતું.

આવી રીતે જુઓ પરિણામ…

વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈ પોતાની બેઠક ક્રમાંક નાંખી પોતાનો પરિણામ જોઈ શકે છે આ સિવાય વિદ્યાર્થીઓ Whatsapp no. 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ SSCરોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

આ પણ વાંચો… Wrestlers protest update: નવા સંસદ ભવન સામે યોજાશે ‘દંગલ’! આ તારીખે મહાપંચાયત કરશે કુસ્તીબાજો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો