Yasin Malik convicted

Yasin Malik convicted: અલગાવવાદી નેતા યાસીન મલિક દોષી, આતંકી ગતિવિધિમાં સામેલ થવાની વાત કબુલી હતી

Yasin Malik convicted: પ્રતિબંધિત સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ)ના આતંકી યાસીન મલિકની સજાની કાશ્મીરી પંડિતો પણ રાહ જોઇ રહ્યા છે

નવી દિલ્હી, 19 મેઃ Yasin Malik convicted: કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિક ટેરર ફંડિગ મામલે દોષી ઠેરવવામાં આવ્યો છે. આ કેસમાં તેને કેટલી સજા થશે તેનો નિર્ણય 25 મેએ થશે. મહત્વપૂર્ણ છે કે યાસિન મલિકે કબુલ્યુ હતુ કે તે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો.

આ મહિને સમાચાર આવ્યા હતા કે યાસિન મલિકે માની લીધુ છે કે તે આતંકી ગતિવિધિમાં સામેલ હતો, તેને ગુનાહિત ષડયંત્ર પણ રચ્યુ હતુ અને તેની પર લાગેલા દેશદ્રોહની કલમ પણ યોગ્ય છે. યાસીન પર જે UAPA હેઠળ કલમ લાગી છે તેનો પણ તેને સ્વીકાર કરી લીધો હતો.

આ પણ વાંચોઃ CM visit bayad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીના બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટની મુલાકાતે પહોચ્યા

યાસીન મલિકને થઇ શકે છે આજીવન કેદની સજા

જે કલમ હેઠળ યાસીન મલિક વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી શકે છે. યાસીન મલિક કાશ્મીરની રાજનીતિમાં સક્રિય રહ્યો છે. યુવાઓને ભડકાવવામાં તેનો મહત્વનો હાથ માનવામાં આવે છે.

પ્રતિબંધિત સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ)ના આતંકી યાસીન મલિકની સજાની કાશ્મીરી પંડિતો પણ રાહ જોઇ રહ્યા છે. ઘાટીમાં આતંકવાદના બીજ જેકેએલએફે જ વાવ્યા છે. ઘાટીમાં જ્યારે સ્થિતિ ખરાબ બની તો તેને હિજબુલ મુજાહિદ્દીનને આગળ કરી દીધો હતો. આ વચ્ચે કાશ્મીરી પંડિતોના વિસ્થાપન માટે મજબૂર થવુ પડ્યુ હતુ. સૌથી પહેલા 1989માં આતંકીઓએ ભાજપના નેતા ટીકા લાલ ટપલૂની હત્યા કરી હતી.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Incident at Surat railway station:રામ રાખે તેને કોણ ચાખે ! સુરતમાં ટ્રેનમાં ચઢવા જતી મહિલાએ ગુમાવ્યું સંતુલન અને પછી…

Gujarati banner 01