Gond Ke Laddu

Gond ke laddu: ઠંડીથી બચવા ખાઓ ગુંદરના લાડુ, શરીરનો દુુખાવો પણ થઈ જશે છૂમંતર…

Gond ke laddu: ગુંદરના લાડુ ખાવાથી હાડકાં મજબૂત થશે અને માંસપેશીઓ પણ મજબૂત કરવામાં સક્ષમ છે

લાઇફ સ્ટાઇલ, 04 ડિસેમ્બરઃ Gond ke laddu: શિયાળાની ઋતુમાં ગુંદર ના લાડુ ખાવા સારા માનવામાં આવે છે. આ શરીરને ગરમ રાખે છે અને શરીરના દુખાવામાં મદદ કરે છે તે માત્ર સ્વાદિષ્ટ જ નથી. પરંતુ તેને ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળે છે. આ ખાવાથી હાડકાં મજબૂત થશે અને તે માંસપેશીઓ પણ મજબૂત કરવામાં સક્ષમ છે. અહીં જાણો ગુંદર ના લાડુ બનાવવાની રેસિપી…

ગુંદર ના લાડુ બનાવવા માટે તમારે જરૂર પડશે

  • ઘઉંનો લોટ
  • ગોળ પાવડર
  • ઘી
  • ગુંદર
  • સુકાયેલું નાળિયેર
  • બદામ અને કાજુ
  • એલચી પાવડર

ગુંદરના લાડુ બનાવવાની રીત

લાડુ બનાવવા માટે એક ભારે તળિયા વાળું વાસણ લો અને તેમાં એક ચમચી ઘી ગરમ કરો. ઘી ઓગળી જાય એટલે તેમાં ઝીણી સમારેલી બદામ અને કાજુ ઉમેરો. પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરો. ઠંડા થયા બાદ આ ડ્રાયફ્રુટ્સને બરછટ પીસી લો. હવે વાસણમાં થોડું છીણેલું સૂકું નાળિયેર ઉમેરો અને એક-બે મિનિટ માટે ફ્રાય કરો.

ડ્રાયફ્રૂટ્સ અને નારિયેળનું મિશ્રણ કાઢીને પ્લેટમાં રાખો. આગળ, ગુંદરને શેકવા માટે ઘી ગરમ કરો. જ્યાં સુધી તે ફૂલી ન જાય ત્યાં સુધી તમારે તેને ફ્રાય કરો. બાદમાં તેને ઠંડુ થવા દો અને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો. હવે વાસણને ફરીથી ગરમ કરો અને તેમાં લગભગ 3 ચમચી ઘી ઉમેરો.

ઘી ઓગળી જાય એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી શેકો. તેને સતત હલાવતા રહો નહીંતર લોટ બળી જશે. લોટ શેકાઈ જાય પછી તેને ગેસ પરથી ઉતારી લો અને તેમાં બદામ, એલચી પાવડર અને ગોળ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. હવે નાના-નાના ભાગ લો અને તેને લાડુનો આકાર આપો.

આ પણ વાંચો… Navjeevan Express Train Cancelled: માઈચોંગ ચક્રવાતના કારણે નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો