Potli Samosa

Potli Samosa: ત્રિકોણ સમોસા ખાઈ-ખાઈને કંટાળી ગયા છો! એકવાર ટ્રાય કરો આ પોટલી સમોસા…

Potli Samosa: અહીં અમે તમારા માટે એક અનોખી પોટલી સમોસાની રેસીપી લાવ્યા છીએ જે તમને ચોક્કસ ભાવશે!

અમદાવાદ, 24 ફેબ્રુઆરી: Potli Samosa: સમોસા દેશભરમાં સૌથી વધુ પસંદ કરાતા નાસ્તામાંના એક છે. આ ક્રિસ્પી અને મસાલેદાર નાસ્તાનો આનંદ માણવા માટે કોઈ ખાસ પ્રસંગની જરૂર નથી પડતી. એક કપ કડક ચા અને ચટણી દિવસના કોઈપણ સમયે આ ત્રિકોણ સમોસાનો સ્વાદ લેવા માટે પૂરતી છે.

આ બહારથી ક્રિસ્પી અને અંદર સ્વાદિષ્ટ સ્ટફિંગથી ભરેલા હોય છે, જેમાં સામાન્ય રીતે મસાલાવાળા બટાકા, વટાણા અને ડુંગળી જેવી સામગ્રી હોય છે. સ્વાદ અને ટેક્સચરનું કોમ્બિનેશન સમોસાને અનોખું બનાવે છે. તેથી, જો તમે સમોસાના શોખીન છો, તો અહીં અમે તમારા માટે એક અનોખી પોટલી સમોસાની રેસીપી લાવ્યા છીએ જે તમને ચોક્કસ ભાવશે! આવો જાણીએ…

સામગ્રી

  • લોટ
  • મીઠું
  • બટાકા
  • જીરું
  • વરિયાળી
  • લીલા મરચા
  • આદુ
  • ડુંગળી
  • ધાણાજીરું પાવર
  • આમચૂર પાઉડર
  • ગરમ મસાલો
  • કસૂરી મેથી
  • આખા ધાણા
  • તેલ

રીત:

સૌપ્રથમ આપણે સમોસા માટે કણક તૈયાર કરવાનો છે. આ માટે એક બાઉલમાં લોટ અને મીઠું નાખો. સારી રીતે ભેળવી દો. તેલ ઉમેરો અને ધીમે ધીમે પાણી ઉમેરીને કઠણ લોટ બાંધો. તેને ભીના કપડાથી ઢાંકીને 30 મિનિટ માટે બાજુ પર રાખો. થોડીવાર પછી લોટને ફરીથી મસળો અને તેને નાના ભાગોમાં વહેંચો.

ફિલિંગ તૈયાર કરવા માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરો. જીરું અને વરિયાળી નાખીને તડતડવા દો. તેમાં લીલા મરચાં, આદુ, ડુંગળી નાખીને થોડી સેકંડ માટે સાંતળો. ધાણાજીરું, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. લગભગ 1-2 મિનિટ માટે રાંધવા દો. છેલ્લે, તેમાં છૂંદેલા બટાકા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. તેને આંચ પરથી ઉતારી કસૂરી મેથી અને આખા ધાણા નાખો. બરાબર મિક્ષ કરીને બાજુ પર રાખો.

પોટલી બનાવવા માટે, કણકનો એક નાનો બોલ લો અને તેને વણી લો. હવે થોડું સ્ટફિંગ લો અને તેને વણેલી નાની રોટલીમાં વચ્ચે મૂકો. રોટલીની કિનારીઓને પાણીથી હળવી ભીની કરો. પોટલી બનાવવા માટે કિનારીઓને એકસાથે લાવો. પોટલીને હળવા હાથે દબાવો અને તેને સીલ કરો.

એક પેનમાં મધ્યમ-ઉચ્ચ આંચ પર તેલ ગરમ કરો. પોટલીને તેલમાં નાંખો અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. પોટલી સમોસા તૈયાર છે!

આ પણ વાંચો: Ambaji varshik shibir: અંબાજી એન.એસ.એસ દ્વારા આદિવાસી વિસ્તારના જેતવાસમાં આજથી સાત દિવસીય વાર્ષિક શિબિરનો પ્રારંભ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો