Vegetable manchow soup

Vegetable Manchow Soup Recipe: એકદમ રેસ્ટોરન્ટ જેવો મનચાઉ સૂપ ઘરે જ બની જશે, નોટ કરી લો આ રેસીપી

Vegetable Manchow Soup Recipe: મનચાઉ સૂપ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને સ્વાદથી પણ ભરપૂર છે

અમદાવાદ, 14 ઓગસ્ટઃ Vegetable Manchow Soup Recipe: વરસાદની ઋતુમાં વાયરલ તાવ, ગળામાં દુખાવો, શરીરનો દુખાવો એકદમ સામાન્ય છે. આવી સ્થિતિમાં, જો આ ઋતુમાં ખોરાકનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો તમે તમારી જાતને ચેપથી બચાવી શકો છો. જો કોઈને ગળામાં દુખાવો અને અસ્વસ્થતા જેવી સમસ્યા હોય તો હળવો ખોરાક લેવો વધુ સારું છે.

આ કિસ્સામાં, તમે તમારા માટે સૂપ બનાવી શકો છો. સૂપ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને સ્વાદથી પણ ભરપૂર છે. આ લેખમાં, અમે વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત જણાવી રહ્યા છીએ. જાણો….

વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવા માટે તમારે જરૂર પડશે…

  • 1 ડુંગળી
  • 1 કેપ્સિકમ
  • 1 ગાજર
  • 1/4 કપ કોબીજ
  • 1 લીલી ડુંગળી
  • 1 ચમચી આદુ
  • 1 ચમચી લસણ
  • 1 ચમચી વિનેગર
  • 2 ચમચી સોયા સોસ
  • 2 ચમચી રેડ ચીલી સોસ
  • મરી પાવડર
  • મીઠું
  • 2 કપ પાણી
  • 2 ચમચી કોર્ન ફલોર
  • 1 કપ તળેલા નુડલ્સ
  • 2 ચમચી તેલ

વેજીટેબલ મનચાઉ સૂપ કેવી રીતે બનાવવો

આ સૂપ બનાવવા માટે સૌ પ્રથમ શાકભાજીને બારીક સમારી લો. હવે અડધા કપ પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો અને પછી તેને બાજુ પર રાખો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને પછી તેમાં આદુ, લસણ અને લીલી ડુંગળી ઉમેરો. 1 મિનીટ પકાવો અને પછી તેમાં બધી શાકભાજી નાખીને પકાવો.

ઓછામાં ઓછા 2 મિનિટ સુધી પકાવો અને પછી તેમાં પાણી ઉમેરો. તેને મધ્યમ તાપ પર જ પકાવો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. હવે તેમાં સોયા સોસ,ચીલી સોસ, વિનેગર ઉમેરો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરીને મધ્યમ તાપ પર ચડવા દો.

દરમિયાન તેમાં મીઠું અને કાળા મરીનો પાઉડર ઉમેરો અને ફરી તેને 5 મિનિટ પકાવો, સૂપ તૈયાર છે, ગરમાગરમ સર્વ કરો. તેને સર્વ કરવા માટે તેની ઉપર લીલી ડુંગળી અને તળેલા નૂડલ્સ મૂકો.

આ પણ વાંચો… MMS Jihad in Ghazipur College: ગાઝીપુર મેડિકલ કોલેજમાં MMS કૌભાંડ, વાંચો સમગ્ર મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો