MMS Jihad in Ghazipur College: ગાઝીપુર મેડિકલ કોલેજમાં MMS કૌભાંડ, વાંચો સમગ્ર મામલો…

MMS Jihad: ગાઝીપુર સરકારી હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે બ્લેકમેલિંગની ઘટના પ્રકાશમાં આવતા મચ્યો ખળભળાટ

લખનૌ, 14 ઓગસ્ટઃ MMS Jihad in Ghazipur College: ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યની ગાઝીપુર સરકારી હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે બ્લેકમેલિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આમિર અને મંતાશા કાઝમી નામના વિદ્યાર્થીઓ પર ગર્લ સ્ટુડન્ટ્સને બ્લેકમેલ કરવાનો આરોપ છે. 7 ઓગસ્ટના રોજ પીડિત વિદ્યાર્થીનીઓએ કોલેજ પ્રશાસનને એક પત્ર આપીને આ અંગે સામૂહિક રીતે ફરિયાદ કરી હતી.

આમિર અને મંતાશા કાઝમી પર ગંભીર આરોપો

મેડિકલ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસનને એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની ફરિયાદ કરી છે. ગાઝીપુર સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજના BHMS પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ તેના મોબાઈલ ફોન પર કેટલાક સાથી વિદ્યાર્થીઓના વાંધાજનક ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા અને તે જ કોલેજના BHMS બીજા વર્ષના વિદ્યાર્થીને મોકલ્યા.

આરોપ છે કે વિદ્યાર્થીએ આ તસવીરોનો ઉપયોગ કરીને વિદ્યાર્થિનીઓને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ આ ઘટનાની ફરિયાદ કોલેજ પ્રશાસનને કરી હતી.

પીડિત વિદ્યાર્થિનીએ આ મામલે કોલેજ પ્રશાસન તેમજ પોલીસ પ્રશાસનને ફરિયાદ કરી હતી. આ મામલે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં વિદ્યાર્થિનીઓના આક્ષેપો સાચા જણાયા છે. આ પછી, કોલેજ પ્રશાસને BHMS બીજા વર્ષના વિદ્યાર્થી આમિર અને BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થી મંતાશા કાઝમીને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે.

પ્રતાપગઢનો રહેવાસી છે અમીર…

પ્રાપ્ત માહિતી અનુસાર, અમીર જિલ્લા પ્રતાપગઢનો રહેવાસી છે, જ્યારે વિદ્યાર્થી મંતાશા કાઝમી સીતાપુરની રહેવાસી છે. હાલમાં કોલેજ પ્રશાસનની તપાસમાં બંને પર લાગેલા આરોપો સાચા જણાતા બંને સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.બી.એન.સાહનીનું કહેવું છે કે તપાસમાં બ્લેકમેઈલીંગ સાચુ જણાયું છે. આરોપીના મોબાઈલમાંથી તમામ વીડિયો અને ફોટા ડિલીટ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો… Cancer Symptoms in Nails: નખ પર દેખાતા આ નિશાન હોઈ શકે છે કેન્સરના સંકેત, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો