ambaji temple image

Ambaji temple closed for a week: શક્તિપીઠ અંબાજી મંદિર ને એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો

Ambaji temple closed for a week: અંબાજી મંદિર આગામી 15 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી એક સપ્તાહ માટે મંદિર નાં દ્વારા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૩ જાન્યુઆરીઃ
Ambaji temple closed for a week: શક્તિપીઠ અંબાજી મંદિર ને ફરી એકવાર કોરોના નું ગ્રહણ લાગ્યુ છે. ગુજરાત માં વધી રહેલાં સતત કોરોના નાં કેસ ને લઇ યાત્રાધામ અંબાજી મંદિર નાં દ્વાર ફરીએક વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિર આગામી 15 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી એક સપ્તાહ માટે મંદિર નાં દ્વારા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે આ સાથે ગબ્બર ના દર્શન પણ બંધ કરવામાં આવ્યા છે. તેનાં બદલેં સવાર સાંજ આરતી નાં દર્શન સોસીયલ મીડીયા નાં માધ્યમ થી જીવંત પ્રસારણ કરવાં મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઇ રહી છે.

અંબાજી માં મુસાફરો ની સતત અવર-જવર ને લઇ મંદિર ટ્રસ્ટ સંચાલીત અંબીકા ભોજનાલય ચાલુ રાખવામાં આવ્યુ છે. ને તેમાં પણ કોરોના ની ગાઇડ લાઇન મુજબ 150 લોકો ને સોસીયલ ડિસ્ટંસ સાથે બેસાડી જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો…Monthly Season Ticket Travel Permission: અમદાવાદ મંડળની 8 ટ્રેનોમાં માસિક સિઝન ટિકિટ (એમએસટી) ધારકો ને મુસાફરી કરવાની મંજૂરી

Whatsapp Join Banner Guj