15e20c9b a5a1 4436 9bfe 44e872356896

Chaitra Navratri 2021: કેમ ચૈત્રી નવરાત્રિથી નવવર્ષની શરૂઆત થાય છે? જાણો આ રસપ્રદ વાત

ધર્મ ડેસ્ક, 13 એપ્રિલઃ આજથી ચૈત્રી નવરાત્રી(Chaitra Navratri 2021)નો પ્રારંભ થયો છે. આજના દિવસથી નવા વર્ષ(Chaitra Navratri 2021)ની શરુઆત થાય છે. તેમ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આવુ શા માટે કહેવામાં આવે છે? દેવી પુરાણમાં બતાવવામાં આવ્યુ છે કે સુષ્ટિના શરૂઆતમાં પહેલા સંપૂર્ણ બ્રહ્માંડમાં અંધકારનું સામ્રાજ્ય હતુ. એ સમયે આદિ શક્તિના મનમાં સુષ્ટિના નિર્માણની ઈચ્છા પ્રકટ થઈ.

Whatsapp Join Banner Guj

આદિશક્તિ, દેવી કુષ્માંડાના રૂપમાં પૂર્વ સુષ્ટિના અંત પહેલા જ વનસ્પતિઓ અને સુષ્ટિની રચના માટે જરૂરી વસ્તુઓ સાચવીને સૂર્ય મંડની વચ્ચે વિરાજમાન હતી. સુષ્ટિ રચનાનો જ્યારે સમય આવ્યો ત્યારે તેમણે બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવને પ્રકટ કર્યા. ત્યારબાદ સત રજ અને તમ ગુણોથી ત્રણ દેવીઓ ઉત્પન્ન થઈ જે સરસવતી, લક્ષ્મી અને કાલીમાતા તરીકે ઓળખાયા. સુષ્ટિ ચલાવવામાં મદદરૂપ થવા માટે આદિ શક્તિએ બ્રહ્માજીને સરસ્વતી, વિષ્ણુને લક્ષ્મી અને શિવજીને કાલીમાતા સોંપી દીધી.

આદિ શક્તિની કૃપાથી બ્રહ્માજી સુષ્ટિના રચયિતા બન્યા, વિષ્ણુ પાલનકર્તા અને શિવ સંહારકર્તા બન્યા. શાસ્ત્રો મુજબ જે દિવસે બ્રહ્માજીએ સુષ્ટિ નિર્માણનુ કામ શરૂ કર્યુ એ દિવસ ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ હતી. તેથી સંવતની શરૂઆત અને નવા વર્ષનો આરંભ આ દિવસથી માનવામાં આવે છે.

ADVT Dental Titanium

દેવીની કૃપાથી બ્રહ્માજી સુષ્ટિ નિર્માણના કામ પૂર્ણ કરવામાં સફળ થયા તેથી સુષ્ટિની શરૂઆતની તિથિના દિવસે નવ દિવસ સુધી આદિશક્તિના નવ રૂપોની પૂજા થાય છે. નવરાત્ર(Chaitra Navratri 2021) પૂજાની સાથે દેવીને પ્રાર્થના કરવામાં આવે છે કે જે રીતે સુષ્ટિ નિર્માણ કાર્ય સફળ થયુ એ જ રીતે નવુ સંવત પણ સફળ અને સુખદ રહે.

આ પણ વાંચો…

Bengal Election: એવુ તો શું થયું? કે ચૂંટણી પંચે પ્રચાર અંગે મમતા બેનર્જી પર મૂક્યો પ્રતિબંધ- વાંચો સંપૂર્ણ અહેવાલ