કોરોના(Corona Second Wave)ની બીજી લહેર વધુ ખતરનાક હોવા પાછળનું કારણ એમ્સના ડાયરેક્ટરએ જણાવ્યું…! વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 13 એપ્રિલઃ દેશમાં કોરોના સંક્રમણની ઝડપથી વધતી સંખ્યા પર દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના(Corona Second Wave) મહામારી ફેલાવનાર સાર્સકોવ-2(Corona Second Wave)નો નવો સ્ટ્રેન સંક્રમણ ફેલાવવાની ગતિ પ્રમાણે જૂના કે મૂળ સ્ટ્રેનથી ખુબ વધુ ખતરનાક છે. તેમણે ચેતવ્યા કે જો સ્થિતિમાં ફેરફાર ન થયો તો વધતા ઇન્ફેક્શન રેટને કારણે આપણી હેલ્થ સિસ્ટમે તેની કિંમત ચુકવવી પડશે. ગુલેરિયાએ પ્રશાસન અને એજન્સીઓને જમીની સ્તર પર કોવિડ દિશાનિર્દેશોનું પાલન કરાવવાને લઈને આકરા પગલા ભરવાની વાત કહી છે.

Whatsapp Join Banner Guj

એમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, કોરોના(Corona Second Wave) ઝડપથી ફેલાવા પાછળ સૌથી મોટુ કારણ માસ્ક ન પહેરવું, બે ગજની દૂરીનું પાલન ન થવું, સમય સમય પર હાથ ન ધોવા જેવી બેદરકારી છે. હવે લોકો ચિંતા મુક્ત થઈ ગયા છે. તે સંક્રમણથી બચવાને લઈને વધુ સતર્ક નથી. તે કારણે દરરોજ એટલા કેસ થઈ ગયા કે હોસ્પિટલોમાં બેડ ખાલી નથી. વધુમાં કહ્યું કે, એક દર્દી પાછલીવારના મુકાબલે વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. પહેલા એક દર્દીના સંપર્કમાં આવનાર 30થી 40 ટકા લોકો સંક્રમિત થતા હતા, પરંતુ આ વખતે આંકડો 80-90 ટકાએ પહોંચી ગયો છે. તેનો મતલબ છે કે પહેલા કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છતાં 100માંથી 60-70 લોકો સંક્રમિત થવાથી બચી જતા હતા પરંતુ હવે માત્ર 10-20 લોકો બચી શકે છે. 

ADVT Dental Titanium

કોવિડ-19 મહામારી(Corona Second Wave) ફેલાવનાર સાર્સકોવ-2 વાયરસના વિશ્વભરમાં ઘણા વેરિએન્ટ મળ્યા છે. તેમાં યૂકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના વેરિએન્ટે તબાહી મચાવી છે. દિલ્હીમાં યૂકે અને આફ્રિકી વેરિએન્ટના દર્દીઓ જોવા મળ્યા છે. પંજાબમાં પણ મોટા ભાગના કેસ યૂકે વેરિએન્ટના છે.  એમ્સના ડાયરેક્ટરે લોકોને વેક્સિન લેવાનું કહ્યુ છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, રસીકરણના માધ્યમથી કોવિડ પર નિયંત્રણ મેળવી શકાય છે, પરંતુ એવું નથી કે તે કોવિડ વિરુદ્ધ સંપૂર્ણ સુરક્ષિત કરી દે છે. તેમનું કહેવું છે કે વેક્સિન તમને ઇમ્યુનિટી આપે છે, તમને સંક્રમણથી બચાવતી નથી. તેવામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ જ કોરોનાથી સંપૂર્ણ બચાવી શકે છે. 

આ પણ વાંચો….

Chaitra Navratri: ચૈત્ર મહિનામાં નિયમિત રીતે આ કાર્ય કરવાથી આવતી ઉપાધી દૂર થશે- જુઓ વીડિયો