124d46bc 22d9 4c69 8fba 8bf81a83027d

Gujarat ATS: ગેરકાયદેસર રીતે બાયોડિઝલ બનાવી વેચાણ કરનારા બે ઇસમોની ગુજરાત એટીએસએ કરી ધરપકડ- વાંચો વિગત

Gujarat ATS: આ ગેરિાયદેસરનું બાયોડીઝલ બનાવવા માટે રો-મટીરીયલ તરીકે વપરાતું રી-સાયિલ્ડ ઓઇલ, કેટાલીસ્ટ તરીકે વપરાતું એસીડ તથા બાયોડીઝલ નો કુલ મળી ૩,૭૦,૮૦૦ લીટરનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે

અમદાવાદ, 18 જુલાઇઃ Gujarat ATS: ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ. સી.આર.જાદવનાઓ ને બાતમી હકિકત મળેલ કે આણંદ જીલ્લાના ખંભાત તાલુકામાં આવેલ કહન્દુસ્તાન એન્વાયરો લાઇફ પ્રોટેક્શન સવીસીસ લી., સવે નં. ૧૬૪, ૧૬૫ ગામ – વડગામ ખાતે કેટલાક ઇસમો ગેરિકાયદેસર રીતે બાયોડીઝલ બનાવી તેનું વેચાણ ચલાવી રહેલ છે. આ દુષણ ડામવા ઉચ્ચ અધિકારીની સૂચનાઓ હતી જે આ મળેલ બાતમીની ખરાઇ કરવા પો.ઇન્સ. સી.આર.જાદવ તથા ગુજરાત એ.ટી.એસ. ના અધિકારીઓની એટીમ રવાના કરવામાં આવેલ.
બાતમી વાળી જગ્યાની તપાસ કરતા જાણવા મળેલ કે સદર હિન્દુસ્તાન એન્વાયરો લાઇફ પ્રોટેક્શન સવીસીસ લી. ખાતે વપરાયેલ તથા વેસ્ટેજ ઓઇલ ના રી-રીફાઇનીંગની આડમાં ગેરિાયદેસર રીતે બાયોડીઝલ બનાવી તેના વેચાણની પ્રવૃધિ ચાલાવી રહેલ છે.

તથા આ પ્રવૃધિમાં સંડોવાયેલ વ્યક્ક્તઓમાં ૧.) અઝીમ સ/ઓ અબુ બિર લાકડીયા ઉ વ 36, ધંધો વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, રહે. ઘર નં ૩, ચચત્ર કુટ સોસાયટી પાલડી અમદાવાદ, ૨.) તોફીક ભાઇ મેમણ રહે દાણીલીમડા, ધંધો પરચેસ સેલ તથા સદર જગ્યાના માચલિ ૩) અહેમદ લાકડીયા સ/ઓ અબુ બિર લાકડીયા ઉ વ ૩૯, ધંધો વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્રીઝ, રહે. ઘર નં ૨, ચચત્ર કુટ સોસાયટી પાલડી નાઓના નામ ખૂલવા પામેલ છે. તથા આ ગેરિાયદેસરનું બાયોડીઝલ બનાવવા માટે રો-મટીરીયલ તરીકે વપરાતું રી-સાયિલ્ડ ઓઇલ, કેટાલીસ્ટ તરીકે વપરાતું એસીડ તથા બાયોડીઝલ નો કુલ મળી ૩,૭૦,૮૦૦ લીટરનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. આ અંગે એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ કરેલ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Pradipsinh jadeja in Surat: સુરત શહેર માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મંજૂર કરવામાં આવ્યા, વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળપોલીસ સ્ટેશનોને મળશે આ સુવિધા