Guru Purnima 2021

Guru Purnima 2021: 23 જુલાઇથી શરુ અને 24 જુલાઇ એમ બે દિવસ ઉજવાશે ગુરુ પુર્ણિમા- વાંચો ઇતિહાસ, મહત્વ અને શુભ મુહુર્ત

Guru Purnima 2021: આ વર્ષે ગુરુ પૂર્ણિમા 24 જુલાઈના રોજ ઉજવાશે. ગુરુપૂર્ણિમા 23 જુલાઈ શુક્રવારની સવારે 10:45થી 24 જુલાઈ રાત્રે 8:08 કલાક સુધી રહેશે. જેથી 24 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી થશે.

ધર્મ ડેસ્ક, 23 જુલાઇઃ Guru Purnima 2021: દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા (Purnima)ના દિવસને ગુરુ પૂર્ણિમા (Guru Purnima) તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. વેદ વ્યાસે જ માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને તેમના જન્મની તિથિને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વર્ષે 24 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવાશે.

આ પણ વાંચોઃ School start in gujarat: રુપાણી સરકારનો મહત્વનો નિર્ણય- રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો આ તારીખથી શરૂ થશે, વાંચો શું છે ગાઇડલાઇન

ગુરુ પૂર્ણિમાનો ઈતિહાસ- ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઈતિહાસ આદિકાળથી છે. ગુરુ સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે. ‘ગુ’નો અર્થ અંધકાર અને ‘રૂ’નો અર્થ અંધકાર દૂર કરનાર થાય છે. આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાના ગુરુનો આદર અને સન્માન કરીને ઉજવવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મના લોકો માટે ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે જ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે.

આ પણ વાંચોઃ central university in ladakh: સરહદી યુવાન માટે મોદી સરકારનો મોટો નિર્ણય, અહીં બનશે સેન્ટ્રલ યુનિવર્સિટી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગુરુપૂર્ણિમા: સમય અને તારીખ ગુરુપૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 24 જુલાઈના રોજ ઉજવાશે. ગુરુપૂર્ણિમા 23 જુલાઈ શુક્રવારની સવારે 10:45થી 24 જુલાઈ રાત્રે 8:08 કલાક સુધી રહેશે. જેથી 24 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી થશે.

ગુરુપૂર્ણિમાનું મહત્વ- આ દિવસ ગુરુઓ અને તેમના દ્વારા કરવામાં આવેલી મહેનત, બલિદાન તેમજ શિષ્ય પ્રત્યે સમર્પણને માન આપવા મનાવવામાં આવે છે. આ દિવસે લોકો સવારે વહેલા ઉઠી, સ્નાન કરીને ગુરુના આશીર્વાદ લે છે. પ્રાર્થના કરે છે અને ગુરૂ દક્ષિણા આપે છે.

Whatsapp Join Banner Guj