Coronavirus case in olympics: ટોકિયો ઓલિમ્પિક ઉદઘાટન કાર્યક્રમના 24 કલાક પહેલા 1979 કોરોનાના કેસ નોંધાયા- વાંચો વિગત

Coronavirus case in olympics: આ પહેલા 15 જાન્યુઆરીએ ટોકિયોમાં કોરોનાનાં 2044 કેસ નોંધાયા હતા

ટોકિયો, 23 જુલાઇઃ Coronavirus case in olympics: ટોકિયો ઓલિમ્પિકનો શુભારંભ 23 જુલાઇ એટલે કે આજથી થઈ રહ્યો છે. આના એક દિવસ પહેલા જ ગુરુવારે જાપાનની રાજધાની ટોકિયોમાં કોરોનાના રેકોર્ડ 1979 કેસ નોંધાયા છે. આ કેસો છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા 15 જાન્યુઆરીએ ટોકિયોમાં કોરોનાનાં 2044 કેસ નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ટોકિયોમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે, કોરોના વાયરસના 1832 નવા કેસ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ School start in gujarat: રુપાણી સરકારનો મહત્વનો નિર્ણય- રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો આ તારીખથી શરૂ થશે, વાંચો શું છે ગાઇડલાઇન

Coronavirus case in olympics: જાપાનમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા સાડા આઠ લાખને વટાવી ગઈ છે. જ્યારે, રોગચાળાને કારણે 15 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. નોંધપાત્ર બાબત એ છે કે, 12 જુલાઈએ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ ટોકિયોમાં કોરોના ઇમરજન્સી જાહેર કરી હતી. આ ઇમરજન્સી 22 ઓગસ્ટ સુધી શહેરમાં લાગુ રહેશે. 

આ પણ વાંચોઃ Guru Purnima 2021: 23 જુલાઇથી શરુ અને 24 જુલાઇ એમ બે દિવસ ઉજવાશે ગુરુ પુર્ણિમા- વાંચો ઇતિહાસ, મહત્વ અને શુભ મુહુર્ત

Coronavirus case in olympics: કોરોના ઇમરજન્સી હોવા છતાં વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ગુરુવારે ચેક રિપબ્લિકની વોલીબોલ ખેલાડી માર્કેતા નૌશચુ અને નેધરલેન્ડ્નાં તાઈક્વાંડો ખેલાડી રેશમી આગિંકને કોરોના ચેપને કારણે ટોકિયો ઓલિમ્પિકમાંથી ખસી જવું પડ્યું હતું. આ બેની સાથે, ઓલિમ્પિક વિલેજમાં ચેપગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે.

Whatsapp Join Banner Guj