Hanuman Ji

Hanuman Jayanti 2023: આજે છે દાદાનો જન્મોત્સવ એટલે કે હનુમાન જયંતિ, જાણો પૂજા કેવી રીતે કરવી?

Hanuman Jayanti 2023: દુ:ખ અને મુશ્કેલીના સમયમાં મહાબલી હનુમાનનું ધ્યાન દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે

ધર્મ ડેસ્ક, 06 એપ્રિલ: Hanuman Jayanti 2023: આજે હનુમાન જયંતિ છે. હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસે બજરંગબલીની વિશેષ પૂજા કરવાથી સમસ્યાઓ તો દૂર થાય જ છે, સાથે ઈચ્છિત પરિણામ પણ મળે છે. આ દિવસે કેટલાક ચમત્કારી ઉપાયો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ હનુમાન જયંતિ ના શુભ સમય અને પૂજાની રીત…..

હનુમાન જયંતિનું મહત્વ

રામ ભક્ત હનુમાનનો મહિમા અમર્યાદ છે. દુ:ખ અને મુશ્કેલીના સમયમાં મહાબલી હનુમાનનું ધ્યાન દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે. હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજા કરવાનો નિયમ છે. તેમની પૂજા કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી ગ્રહોને પણ શાંત કરી શકાય છે.

હનુમાન જયંતિનો શુભ સમય

શુભ સમય- સવારે 06.06 થી 07.40 સુધી
ચરનું મુહૂર્ત- સવારે 10.49 થી બપોરે 12.24 સુધી
અભિજિત મુહૂર્ત-સવારે 11.59 થી 12.49 સુધી
લાભનું મુહૂર્ત- બપોરે 12.24 થી 01.58 સુધી
સાંજનો સમય- સાંજે 05.07 થી 06.41 સુધી
રાત્રિનો સમય- સાંજે 06.42 થી 08.07 સુધી

પૂજા વિધિ

આજના દિવસે હનુમાનજીની પૂજા વિધિવિધાનથી કરવા અને ફળપ્રાપ્તિ માટે તમારે અમુક ખાસ પૂજા સામગ્રીની આવશ્યકતા રહે છે. જેમાં સિંદૂર, લાલ ફૂલ, લાલ ફૂલની માળા, જનોઇ, કળશ, ચમેલીનું તેલ, લાલ કાપડ અથવા લંગોટ, ગંગાજળ, કંકુ, જળનો કળશ, અત્તર, સરસવનું તેલ, ઘી, ધૂપ-અગરબત્તી, દીવો, કપૂર, તુલસીની પાન, પંચામૃત, નારિયેળ, પીળું ફૂલ, ચંદન, લાલ ચંદન, ફળ, કેળું, બેસનના લાડુ, લાલ પેંડા, મોતીચૂરના લાડુ, ચણા અને ગોળ, પાન, પૂજાની ચોકી, અક્ષત વગેરેની આવશ્યકતા રહે છે.

હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી?

કોઈ પણ શુભ મુહૂર્ત જોઈને હનુમાનજીની પૂજા કરી શકાય છે. સવારે વહેલા ઊઠો અને ઊઠીને સૌ પ્રથમ ભગવાન શ્રીરામ, માતા સીતા અને હનુમાનજીને યાદ કરીને દિવસની શરૂઆત કરો. ત્યાર બાદ સ્નાન કરો અને હાથમાં ગંગાજળ રાખીને હનુમાનજીના વ્રતનો સંકલ્પ લો. હવે પૂર્વ દિશા તરફ ભગવાન હનુમાનની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરો અને પ્રાર્થના કરો. આટલું કર્યા બાદ ષોડશોપાચારના વિધિવિધાન સાથે ભગવાન હનુમાનની પૂજા કરો.

આ પણ વાંચો: Benefits of eating onion: શું તમે જાણો છો કાચી ડુંગળી ખાવાના ફાયદા? જો નહીં, તો આજથી જ ખાવાનું શરૂ કરો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો