Pegasus

Pegasus: 16 મીડિયા ઓર્ગેનાઈઝેશનનો ઈન્વેસ્ટિગેશન રીપોર્ટ, આ દેશોની સરકારોએ ફોન ટેપિંગની ‘સોપારી’ આપ્યા હોવાનો દાવો- વાંચો સંપૂર્ણ વિગત

Pegasus: પીગાસસ સ્પાયવેર મુદ્દે ચોંકાવનારા ખુલાસા, પીગાસસે ૪૫ દેશોના ૫૦ હજાર લોકોની જાસૂસી કરી હતી

નવી દિલ્હી, 21 જુલાઇઃ Pegasus: પીગાસસ ફોન ટેપિંગ મુદ્દે દુનિયાભરમાં ભારે હોબાળો મચ્યો છે. ૧૬ મીડિયા ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઈન્વેસ્ટિગેશન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચાર ખંડના ૪૫ દેશોમાં જાસૂસી કરવામાં આવી હતી. પીગાસસની મદદથી દુનિયાના પહેલી હરોળના ૫૦ હજાર લોકોના ફોન ટેપ થયા હતા.

આ પણ વાંચોઃ hindu calendar: દેવપોઢી એકાદશી સાથે તહેવારોનો આરંભ, જાણો ક્યારે છે ક્યો તહેવાર?
૪૫ દેશોના ટોચના રાજકારણીઓ, રાજદૂતો, પત્રકારો, સામાજિક કાર્યકરો, લશ્કરી અધિકારીઓ સહિતના ૫૦ હજાર લોકોના ફોન ટેપ થયાનો દાવો કરાયો છે. અહેવાલમાં તો ત્યાં સુધી કહેવાયું હતું કે આ લોકોની જાસૂસી માટે ૧૦ દેશોની સરકારે કામ સોંપ્યું હતું.
એ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, યુએઈ, હંગેરી, મોરોક્કો, મેક્સિકો, કઝાકિસ્તાન, રવાન્ડા, અઝરબેજાન જેવા દેશોની સરકારો ઉપર પણ આંગળી ચિંધાઈ હતી.

ભારત સહિતના ૧૦ દેશોએ પીગાસસની મદદથી જાસૂસી કરાવી હોવાનો ચોંકાવનારો દાવો અહેવાલોમાં થયો હતો. ૨૦૧૬થી જાસૂસી કરવામાં આવી રહી હોવાનું પણ રીપોર્ટમાં કહેવાયું હતું. મોરોક્કો, યુએઈએ ૧૦ હજાર નંબર, મેક્સિકોએ ૧૫ હજાર નંબર, યુરોપિયન દેશોએ ૧૦૦૦ નંબરની જાસૂસી કરાવી હતી. પીગાસસ સ્પાયવેરની મદદથી કંપનીના ગ્રાહક દેશોએ વર્ષે સરેરાશ ૧૧૨ નંબરોના ફોન ટેપ કરાવ્યા હતા.

આ પણ વાંચોઃ Raj kundra: આ અભિનેત્રીઓ સાથે બનાવતો હતો પોર્ન ફિલ્મ રાજ કુંદ્રા, એક પ્રોજેક્ટ માટે આપ્યુ હતુ આટલું પેમેન્ટ- વાંચો વિગતે
આ સ્પાયવેર ઈઝરાયેલી સર્વેલન્સ કંપની એનએસઓ ગુ્રપનો છે, જેની મદદથી ફોન ટેપિંગ અને ડેટા લીક કરવામાં આવે છે. પેગાસીસ એક પ્રકારનો માલવેર છે, જે એન્ડ્રોઈડ અને આઈફોનમાંથી મેસેજ, મોબાઈલ નંબર, ઈમેલ, ફોટો, વીડિયો, ફોન રેકોર્ડિંગ વગેરે તફડાવી લે છે.

Whatsapp Join Banner Guj