hindu calendar panchang

July 2021 Hindu calendar: આ મહિને 17 દિવસ વ્રત-તહેવાર રહેશે, 11મીથી ગુપ્ત નવરાત્રી શરુ અને 24મીએ ગુરુ પૂર્ણિમા- વાંચો વધુ વિગત

July 2021 Hindu calendar: જુલાઈમાં ગુપ્ત નોરતા, જગન્નાથ રથયાત્રા અને ગુરુ પૂર્ણિમા જેવા મોટા પર્વ આવવાથી તેનું મહત્ત્વ અને પ્રભાવ વધી ગયું છે

ધર્મ ડેસ્ક, 01 જુલાઇઃ July 2021 Hindu calendar: જુલાઈમાં હિંદુ કેલેન્ડરનો અષાઢ મહિનો પણ શરૂ થશે. જેમાં સ્નાન-દાન અને વ્રત-પૂજા કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે. અષાઢ મહિનો 8 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. તેના બીજા દિવસથી શ્રાવણ મહિનો શરૂ થઈ જશે. જુલાઈમાં ગુપ્ત નોરતા, જગન્નાથ રથયાત્રા અને ગુરુ પૂર્ણિમા જેવા મોટા પર્વ આવવાથી તેનું મહત્ત્વ અને પ્રભાવ વધી ગયું છે.

આ મહિને કર્ક સંક્રાંતિ પણ રહેશે. એટલે સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવાની સાથે જ દક્ષિણાયન શરૂ થઈ જાય છે. પુરાણોમાં તેને દેવતાઓની રાતનો સમય કહેવામાં આવે છે. આ મહિને દેવશયની એકાદશી પણ આવશે. એટલે આ એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં સૂવે છે અને ચાર મહિના પછી જાગે છે. એટલે તેને ચાતુર્માસ પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં શુભ(July 2021 Hindu calendar) કામ કરવામાં આવતા નથી.

July 2021 Hindu calendar

July 2021 Hindu calendar: જુલાઈના તિથિ-તહેવારઃ-

  • 2 જુલાઈઃ શીતળાષ્ટમી- શીતળાષ્ટમી પર્વને બસોરા અથવા બસોડ પણ કહેવામાં આવે છે.
  • 5 જુલાઈઃ યોગિની એકાદશી- યોગિની એકાદશીના દિવસે કરવામાં આવતા પૂજા-પાઠનું જલ્દી જ ફળ મળે છે. સ્કંદ પુરાણ પ્રમાણે અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવી જોઈએ. સૂર્યને અર્ઘ્ય આપવાનું પણ વિશેષ મહત્ત્વ છે.
  • 9 જુલાઈઃ હલહારિણી અમાસ- આ શ્રાદ્ધ, દાન પુણ્યની અમાસ પણ છે.
  • 11 જુલાઈઃ ગુપ્ત નોરતા- અષાઢ મહિનાનો સુદ પક્ષ શરૂ થશે અને આ દિવસે ગુપ્ત નોરતા પણ શરૂ થશે, જે 18 જુલાઈ(July 2021 Hindu calendar) સુધી ચાલશે.
  • 12 જુલાઈઃ જગન્નાથ રથયાત્રા- આ દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રા શરૂ થશે. જોકે, આ વખતે પણ ભક્તો વિના જ યાત્રા થશે.
  • 20 જુલાઈઃ દેવશયનિ એકાદશી- આ દિવસથી ચાતુર્માસ શરૂ (July 2021 Hindu calendar)થઈ જશે. તેને દેવશયનિ એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસથી દેવ સૂઈ જશે અને ચાર મહિના માટે બધા પ્રકારના માંગલિક અને શુભ કાર્યો બંધ રહેશે.
  • 21 જુલાઈઃ વામન બારસ- પ્રદોષ વ્રતના દિવસે વામન બારસ અને વાસુદેવ બારસ રહેશે.
  • 24 જુલાઈઃ ગુરુ પૂર્ણિમા- વ્રતની પૂનમ રહેશે. આ દિવસે વેદ વ્યાસજીની પૂજા થશે.
  • 25 જુલાઈઃ જયા પાર્વતી વ્રત જાગરણ અને હિંડોળા શરૂ થશે.
  • 27 જુલાઈઃ અંગારક ચોથ- મંગળવારે ચોથ તિથિ હોવાથી આ દિવસે અંગારક ચોથની પૂજા અને વ્રત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ 5G Network in india: NXP અને જિયો પ્લેટફોર્મ્સ સંયુક્ત રીતે ભારતમાં 5Gના ઉપયોગને બનાવશે વધુ સરળ