jmc rain 1309

Heavy rain in Jamnagar: જામનગર જળ બંબાકારની સ્થિતિમાં, નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાત્કાલિક સહાય પહોંચાડી- શપથ લેતા પહેલા જ કાર્યરત

Heavy rain in Jamnagar: અનેક ડેમ ઓવરફ્લો થતા ખીમરાણા, અલીયાબાળા વિગેરે ગામો માં પાણી ભરાયા, ગામ લોકો ઘર માં પાણી ઘુસી જતા છત પર આશરો લઈ રહ્યા છે

અહેવાલ: જગત રાવલ

જામનગર, 13 સપ્ટેમ્બર: Heavy rain in Jamnagar: ગુજરાત ના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવા ની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે

જામનગર જળ બંબાકાર બન્યો છે. ડેમ ઓવરફ્લો થતા ખીમરાણા, અલીયાબાળા વિગેરે ગામો માં પાણી ભરાયા, ગામ લોકો ઘર માં પાણી ઘુસી જતા છત પર આશરો લઈ રહ્યા છે, તંત્ર સમક્ષ મદદ ની પુકારી રહ્યાં છે.

jamnagar rain

આ પણ વાંચોઃ Gujarat CM Oath-taking ceremony: નવનિયુક્ત નેતા ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના પદ માટે કાલે બપોરે 2.30 રાજભવન ખાતે શપથ ગ્રહણ કરશે

જામનગર ની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો, રાજાશાહી સમય નો જામનગર ને પીવા નું પાણી પૂરું પાડતો,જામનગર મહાનગરપાલિકા ની માલિકી નો ડેમ ઓવરફ્લો થતા લોકો માં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, જામનગર ની પાણી ની સમસ્યા દૂર થઈ.

છેલ્લા કેટલાય વખતથી વરસાદ જોઇએ એવો પડ્યો ન હતો તેના કારણે સૌ કોઇ મેઘરાજના આગમનની કામના કરી રહ્યાં હતા. જો કે જન્માષ્ટમી બાદથી મેઘરાજે વરસવાનું શરુ કરી દીધું છે. તેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા થઇ છે.

Whatsapp Join Banner Guj