Only women enter in 5 temples of india

Only women enter in 5 temples of india: આ દેશોમાં ફક્ત મહિલાઓ જ કરી શકે છે પૂજા, પુરુષોના પ્રવેશ પર છે પ્રતિબંધ- વાંચો આ અનોખા મંદિરો વિશે

Only women enter in 5 temples of india: આપણા દેશમાં ઘણા એવા મંદિરો અથવા ધાર્મિક સ્થળો છે, જ્યાં મહિલાઓને જવાની પરવાનગી નથી

ધર્મ ડેસ્ક, 05 માર્ચઃ Only women enter in 5 temples of india: ભારતમાં હજારો મંદિરો (Temples) છે. ભક્તો મંદિરોમાં જઈને મનથી ભગવાનની પૂજા કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા ભગવાનને પ્રસન્ન કરવામાં લાગેલા હોય છે. આ મંદિરો સાથે ઘણી ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. આપણા દેશમાં ઘણા એવા મંદિરો અથવા ધાર્મિક સ્થળો છે, જ્યાં મહિલાઓને જવાની પરવાનગી નથી, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એવા ઘણા મંદિરો છે જ્યાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.

ઘણા મંદિરો એવા છે જ્યાં પુરુષો ચોક્કસ સમયે પૂજા કરી શકતા નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ગણતરીના દિવસો બાકી છે તો આ અવસર પર આવો અમે તમને આવા જ કેટલાક મંદિરો વિશે જણાવીએ.

બ્રહ્મા મંદિર, રાજસ્થાન

ब्रह्माजी मंदिर पुष्कर के दर्शन और पर्यटन स्थल की जानकारी - Brahmaji Temple  Pushkar Information In Hindi

બ્રહ્મા મંદિર પુષ્કર, રાજસ્થાનમાં આવેલું છે. ભગવાન બ્રહ્માનું આ મંદિર તમને સમગ્ર ભારતમાં માત્ર અહીં જ જોવા મળશે. આ મંદિર 14મી સદીમાં બનાવવામાં આવ્યું હતું, જ્યાં પરણિત પુરુષોને બિલકુલ મનાઈ છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતીના શ્રાપને કારણે કોઈ પણ પરિણીત પુરુષ અહીં જઈ શકતા નથી. તેથી જ પુરુષો આંગણામાંથી જ હાથ જોડે છે અને પરિણીત સ્ત્રીઓ અંદર જઈને પૂજા કરે છે.

ભગવતી દેવી મંદિર, કન્યાકુમારી

famous temple in kanyakumari: कन्याकुमारी के इन 6 मंदिरों को भी करें अपने  तमिलनाडु ट्रिप में शामिल, बेहद ही धार्मिक महत्व रखते हैं यहां के मंदिर -  Navbharat Times

કન્યાકુમારીના ભગવતી દેવી મંદિરમાં દેવી ભગવતીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે માતા એક વખત અહીં તપસ્યા કરવા આવી હતી. ભગવતી માતાને સંન્યાસ દેવી પણ કહેવામાં આવે છે. તેથી સંન્યાસી પુરુષો આ દ્વાર સુધી જ માતાના દર્શન કરી શકે છે. બીજી તરફ પરિણીત પુરુષોને આ મંદિરમાં જવાની પરવાનગી નથી. અહીં માત્ર મહિલાઓ જ પૂજા કરી શકે છે.

કામાખ્યા મંદિર, ગુવાહાટી

कामाख्या मन्दिर - विकिपीडिया

કામાખ્યા મંદિર આસામના ગુવાહાટીમાં આવેલું છે. કામાખ્યા મંદિર નીલાંચલ પર્વત પર બનેલું છે. માતાની તમામ શક્તિપીઠોમાં કામાખ્યા શક્તિપીઠનું સ્થાન ટોચ પર છે. માતાના માસિક ધર્મના દિવસોમાં અહીં તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસોમાં મંદિરમાં પુરુષોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ દરમિયાન અહીંના પૂજારી પણ એક મહિલા છે.

આ પણ વાંચોઃ Ravindra jadeja one and half century: ભારત માટે શ્રેષ્ઠ ઓલ રાઉંન્ડર તરીકે પોતાની ભૂમિકા મહત્વની હોવાનું ફરી 33 વર્ષીય જાડેજાએ સાબિત કર્યું

ચક્કુલથુકાવુ મંદિર, કેરળ

Chakkulathu Kavu Durga temple, Kerala and its interesting festivals

કેરળમાં સ્થિત ચક્કુલથુકાવુ મંદિરમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે પોંગલના દિવસે આ મંદિરમાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે. તે 10 દિવસ સુધી ચાલે છે. આ મંદિરમાં પુરૂષોનો પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. કન્યા પૂજાના છેલ્લા દિવસે પુરુષો મહિલાઓના પગ ધોવે છે.

સંતોષી માતા મંદિર, જોધપુર

Santoshi Mata Temple Rajasthan Jodhpur : Santoshi Mata Temple Jodhpur  Rajasthan | यहां लाल चुनर फैलाकर बैठी हैं संतोषी माता, सिर पर शेषनाग की  छाया - Religion And Spiritualism | नवभारत टाइम्स

જોધપુરના સંતોષી માતા મંદિરમાં શુક્રવારે પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. બાકીના દિવસોમાં પુરૂષો મંદિરે જતા હોય તો મંદિરના દરવાજે ઉભા રહીને જ માતાના દર્શન કરી શકે છે, પરંતુ પૂજા કરી શકતા નથી. શુક્રવાર મા સંતોષીનો દિવસ છે અને મહિલાઓ આ ખાસ દિવસે વ્રત રાખે છે. આ દિવસે પુરુષો અહીં આવી શકતા નથી.