shiv ambaji

Shiva Rudrabhishek: શિવજીનો અભિષેક કરવાથી મળે છે દરેક દેવોની કૃપા

Shiva Rudrabhishek: માનવામાં આવે છે કે શિવ પર રુદ્રાભિષેક દ્વારા બધા દેવોની કૃપા મેળવી શકાય છે

ધર્મ ડેસ્ક, 10 ઓગષ્ટઃ Shiva Rudrabhishek: ભગવાન શિવના રુદ્ર અવતારને હનુમાનના 11મો અવતાર માનવામાં આવે છે. આ જ રીતે તેમને પ્રસન્ન કરવા માટે રુદ્ર અવતારનો અભિષેક સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે શિવલિંગ પર રુદ્રાભિષેકથી શિવ અત્યંત પ્રસન્ન થાય છે. એવુ માનવામાં આવે છે કે શિવ પર રુદ્રાભિષેક દ્વારા બધા દેવોની કૃપા મેળવી શકાય છે.

આ અભિષેકને વિશેષ કરીને શિવરાત્રી કે સોમવારના દિવસે કરવામાં આવે છે. આ અભિષેક ગાયના દૂધ કે અન્ય દૂધ મિક્સ કરીને કરવામાં આવે છે. તેમા પંચામૃત મિક્સ કરીને શિવલિંગનો રૂદ્રાભિષેક કરવામાં આવે છે. આવુ કરવાથી કાલસર્પ યોગ, ગૃહક્લેશ, વેપારમાં નુકશાન જેવા બધા અવરોધો દૂર થઈ જાય છે.

આ ઉપરાંત દહીથી શિવનો રુદ્રાભિષેક કરવાથી વાહનની સમસ્યા ખતમ થઈ જાય છે. જો શિવ પર શેરડીના રસથી અભિષેક કરશો તો તેનાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. મોક્ષ મેળવવા માટે શિવના શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. દૂધથી અભિષેક કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચોઃ Celebrating Tribal Day in civil hospital: નર્સિંગ એસોસિએશન દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉમંગભેર ઉજવણી

આ પણ વાંચોઃ Electrocution during Tajiya procession: જામનગરમાં તાજિયા જુલૂસ દરમિયાન વીજ-કરંટ લાગતાં 2નાં મોત, 10 લોકોની ગંભીર હાલત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.