PM Modi In Jamnagar

PM Modi In Jamnagar: જામનગરમાં ભવ્ય રોડ-શોનું આયોજન, પીએમ મોદીએ આઠ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો

PM Modi In Jamnagar: વડાપ્રધાને કહ્યુ હતુ કે, ‘બેટ દ્વારકામાં જે થયું તે બરાબર છે. સંતોના જે નિવેદનો આવ્યાં છે તે મેં જોયા છે અને તેનાથી મને આનંદ થયો છે.’

જામનગર, 10 ઓક્ટોબરઃ PM Modi In Jamnagar: વડાપ્રધાને ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં તેમણે સાણંદમાં ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું ઉદ્ઘાટન કર્યું હતું અને સવારે ભરૂચના આમોદમાં અને આણંદમાં પણ જનમેદનીને સંબોધી હતી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

બેટ દ્વારકાના ડિમોલિશનના વખાણ કરતા વડાપ્રધાને કહ્યુ હતુ કે, ‘બેટ દ્વારકામાં જે થયું તે બરાબર છે. સંતોના જે નિવેદનો આવ્યાં છે તે મેં જોયા છે અને તેનાથી મને આનંદ થયો છે.’ ત્યારબાદ વડાપ્રધાને દેશની અર્થવ્યવસ્થાના વખાણ કરતા કહ્યુ હતુ કે, ‘વર્ષ 2014માં જ્યારે હું વડાપ્રધાન બન્યો ત્યારે ભારત અર્થવ્યવસ્થામાં 10મા ક્રમે હતું અને હવે આપણે પાંચમા ક્રમે પહોંચી ગયા છીએ.’

દરેક ક્ષેત્રમાં ગુજરાતે વિકાસની નવી મિસાઇલ કાયમ કરી છે. જામનગરે વૈશ્વિક સ્તરે ઓળખ ઊભી કરી છે. ડબલ્યૂએચઓનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન અહીં જામનગરમાં છે. જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, ‘જામનગરમાં આઠ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. તમને બધાને પાણી, વીજળી, કનેક્ટિવિટી સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે વાલ્મીકી સમાજ માટે વિશેષ કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેથી તેમને સામાજિક આયોજનોમાં મદદ મળશે.’

આ પણ વાંચોઃ 2600 teaching assistants will be recruited: ગુજરાતમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી, રાજ્ય શિક્ષણમંત્રીએ કરી જાહેરાત- વાંચો વિગત

આ ઉપરાંત તેમણે જામનગરના મહારાજા જામસાહેબને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘ખૂબ ગૌરવપૂર્વક જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહને શત શત નમન કરવા છે. મહારાજા દિગ્વિજય સિંહે તેમની દયાળુતા અને કામથી બીજા વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના લોકો સાથે જે સંબંધ બનાવ્યો છે, તેના નાગરિકોને વાત્સલ્યમૂર્તિ બનીને ઉછેર્યા એનો ફાયદો આજે પણ આખા હિન્દુસ્તાનને મળી રહ્યો છે. જામસાહેબના આ શહેરને વિકાસની નવી નવી બુલંદીઓ પર લેતા જવું છે. આ શહેરની જાહોજલાલી વધારીને મહારાજા દિગ્વિજયને સાચી શ્રદ્ધાંજલિ આપવી છે.’

વડાપ્રધાને કહ્યુ હતુ કે, આઠ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. તમને બધાને પાણી, વીજળી, કનેક્ટિવિટી સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે વાલ્મીકી સમાજ માટે વિશેષ કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેથી તેમને સામાજિક આયોજનોમાં મદદ મળશે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ આણંદમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ‘મારે તમને થોડા સતર્ક પણ કરવા છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી પરંતુ ઠંડી તાકાતથી ગામે-ગામ ગોઠવણો કરી રહ્યા છે. એમની જે જૂની ચાલાકીઓ છે ને એને ભરપૂર અજમાવી રહ્યા છે. બોલ્યા ચાલ્યા વિના કરી રહ્યા છે. તમે ભ્રમમાં ના રહેતા. આ કોંગ્રેસની નવી ચાલ છે. તેઓ નીચે ઘૂસવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ખાટલા બેઠકો કરે છે. મારે એમની ટિકા નથી કરવી. એમની પાર્ટી છે એમને કરવું પડે, પણ આપણે સતર્ક રહેવું પડે. નહીંતર ઘણીવાર આપણે ભ્રમમાં રહીએ.’

આ પણ વાંચોઃ PM modi visit anand today: વડાપ્રધાને આણંદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ, PMએ સંબોધનમાં કહ્યું- મારા ગુજરાતની ઓળખ ફાર્મા હબ તરીકે થશે

Gujarati banner 01