talati

Good news for Talatis: ગુજરાતમાં વર્ષ 2006 પહેલા નિમણૂંક પામેલા તલાટીઓ માટે સારા સમાચાર, જાણો શું છે રાજ્ય સરકારનો નિર્ણય

Good news for Talatis: વર્ષ ૨૦૦૬ની ફિક્સ પગારની નીતિ પહેલાના સીધી ભરતીના તલાટી કમ મંત્રીઓને તારીખ ૦૧-૦૪-૨૦૧૯ થી એરિયસ નો લાભ મળશે

ગાંધીનગર, 08 ઓક્ટોબરઃ Good news for Talatis: વર્ષ 2006 પહેલાં સીધી નિમણૂક પામેલા તલાટીઓને હવેથી બાંહેધરીમાંથી મુક્તિ અપાઈ છે. 5 વર્ષની સેવા બદલીની બાંહેધરીમાંથી મુક્તિ અપાઈ છે. પગાર ધોરણ નિવૃતિ લાભો માટે એફિટેવિટ શરત દૂર કરવામાં આવી છે. એટલું જ નહીં, તલાટીઓને 1/04/2019થી એરિયસનો લાભ મળશે. 

આ વિશે વિગતવાર જણાવીએ તો, વર્ષ ૨૦૦૬ પહેલાના સીધી ભરતી થી નિમણૂક પામેલ તલાટી કમ મંત્રી, વર્ગ ૩  સંવર્ગના કર્મચારીઓની ફિક્સ પગારની (૦૫) પાંચ વર્ષની સેવા, બદલી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તથા નિવૃત્તિ વિષયક લાભોના પંચાયત વિભાગના તારીખ ૧૬-૦૯-૨૦૨૨ ના ઠરાવ માંથી બાંહેધરી એફિડેવીટની શરત દૂર કરવામાં આવેલ છે.

હવે તલાટીઓને બાંહેધરી આપવાની રહેશે નહીં, તેમજ વર્ષ ૨૦૦૬ની ફિક્સ પગારની નીતિ પહેલાના સીધી ભરતીના તલાટી કમ મંત્રીઓને તારીખ ૦૧-૦૪-૨૦૧૯ થી એરિયસ નો લાભ મળશે.

આ પણ વાંચોઃ Gujarat poster war: ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા

આ પણ વાંચોઃ Bharuch bulk drug park: PM મોદી ભરૂચમાં ₹8200 કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Gujarati banner 01