Gujarat poster war

Gujarat poster war: ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા

Gujarat poster war: ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો

ગાંધીનગર, 08 ઓક્ટોબરઃ Gujarat poster war: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’ નું પોસ્ટરમાં લખાણ સાથેના બેનર્સે ગુજરાતમાં ચર્ચા જગાવી છે. 

ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ બેનરો લાગ્યા છે. જેમાં ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’નું પોસ્ટરમાં લખાણ લખાયું છે. ગઈકાલે દિલ્હીના મંત્રીનો રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતમાં તેનો રોષ જોવા મળી રહ્યો છે. 

આ બેનર્સમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. તો અરવિંદ કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ’ તેવું લખવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેવું પણ કેટલાક બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એકતરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. 

આ પણ વાંચોઃ Bharuch bulk drug park: PM મોદી ભરૂચમાં ₹8200 કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આ પણ વાંચોઃ Nutritious food for workers for Rs 5: અમદાવાદ-ગાંધીનગરના 22 કડીયા નાકાઓ પરથી શ્રમયોગીઓને ફક્ત 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે- વાંચો યોજના વિશે

Gujarati banner 01